નિષ્કુળાનંદ કાવ્ય
સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યસંગ્રહમાં ૨૨ નાના ગ્રંથો સમાયા છે, જેવા કે પુરુષોત્તમ પ્રકાશ, સ્નેહગીતા, વચનવિધિ, સારસિદ્ધિ, ભક્તિનિધિ, હરિબળગીતા, હૃદયપ્રકાશ, ધીરજાખ્યાન, હરિસ્મૃતિ, ચોસઠપદી, મનગંજન, ગુણગ્રાહક, હરિવિચરણ, અરજીવિનય, કલ્યાણનિર્ણય, અવતાર ચિંતામણિ, ચિહ્ન ચિંતામણિ, પુષ્પ ચિંતામણિ, લગ્ન શકુનાવલી, યમદંડ, વૃત્તિવિવાહ અને શિક્ષાપત્રી ભાષા. બધા જ ગ્રંથો અમૂલ્ય છે. પુરુષોત્તમ પ્રકાશમાં શ્રીજીમહારાજનો સર્વોપરી મહિમા કહ્યો છે. પ્રકાર ૪૧, ૪૨માં સંત દ્વારા પ્રકટપણાની વાત પ્રસિદ્ધ છે.
સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે;
સંત માનજો મારી મુરતિ રે, તેમાં ફેર નથી એક રતિ રે.
(પ્ર. ૪૧)
કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, અતિ અગણિત અપ્રમાણ રે;
પણ સહુથી સરસ સંતમાં રે, રાખ્યું વાલમે એની વાતમાં રે.
(પ્ર. ૪૨)
સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથો વાંચીએ ત્યારે અંતરમાં પ્રતીતિ થાય છે કે ગુણાતીત સંતને યથાર્થ સ્વરૂપે ઓળખી, આવો સ્પષ્ટ મહિમા લખી, સાચા સંતને ઓળખવાની દૃષ્ટિ એમણે આપણને આપી છે. ચોસઠ પદીમાં સંત-અસંતનાં લક્ષણ કહી સાચા સંત ઓળખાવ્યા છે. શ્રીજીમહારાજ કહેતા કે જો આપણે નિષ્કુળાનંદ સ્વામીને સંસ્કૃત ભાષા ભણાવી હોત તો સર્વોપરીપણું કહેવામાં પાછી પાની ન કરત.
March 18, 2024: NEW Glossary - Many difficult and archaic words found in Nishkulanand Kavya and Bhaktachintamani have been defined here.
Some of the sections have nirupans, prasangs, or translations. To easily find them, they are marked with a star (★).
Below is a list of each granth of Nishkulanand Kavya and the month they were added to Aniresh.
પુરુષોત્તમ પ્રકાશ ♬ (Sep 2017)
સ્નેહગીતા (June 2018)
વચનવિધિ (May 2018)
સારસિદ્ધિ (Dec 2017)
ભક્તિનિધિ (Apr 2018)
હરિબળ ગીતા (Apr 2018)
હૃદયપ્રકાશ (Mar 2019)
ધીરજાખ્યાન (May 2018)
હરિસ્મૃતિ ♬ (Mar 2018)
ચોસઠ પદી (Jun 2019) [+Translation]
મનગંજન (Feb 2019)
ગુણગ્રાહક (Apr 2019)
હરિવિચરણ (Jun 2019)
અરજીવિનય (Apr 2019)
કલ્યાણ નિર્ણય (Mar 2019) [Translation 1-8]
અવતાર ચિંતામણિ (March 2019)
ચિહ્નચિંતામણિ (May 2019)
પુષ્પચિંતામણિ (May 2019)
લગ્નશકુનાવલિ (May 2019)
યમદંડ (May 2019)
વૃત્તિવિવાહ (May 2019)
શિક્ષાપત્રીભાષા (May 2019)