કીર્તન મુક્તાવલી

ભૂતલ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહીં રે

૧-૮૯૧: નરસિંહ મહેતા

Category: પ્રકીર્ણ પદો

ભૂતલ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે;

પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશીમાંહી રે... ꠶ટેક

હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે;

નિત સેવા નિત ઉત્સવ, નીરખવા નન્દકુમાર રે... ભૂતલ꠶ ૧

ભરતખંડ ભૂતળમાં જનમી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે;

ધન ધન રે એનાં માત પિતાને, સફળ કરી એણે કાયા રે... ભૂતલ꠶ ૨

ધન્ય વૃન્દાવન ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજનાં વાસી રે;

અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે ઊભી, મુક્તિ છે એની દાસી રે... ભૂતલ꠶ ૩

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે;

કાંઈક જાણે વ્રજની રે ગોપી, ભણે નરસૈંયો ભોગી રે... ભૂતલ꠶ ૪

Bhūtal bhakti padārath moṭu Brahmalokmā nāhī re

1-891: Narsinha Mehta

Category: Prakirna Pad

Bhūtal bhakti padārath moṭu, Brahmalokmā nāhī re;

Puṇya karī amarāpurī pāmyā, ante chorāshīmāhī re... °ṭek

Harinā jan to mukti na māge, māge janmojanam avatār re;

Nit sevā nit utsav, nīrakhvā Nandkumār re... Bhūtal° 1

Bharatkhanḍa bhūtaḷmā janmī, jeṇe Govindnā guṇ gāyā re;

Dhan dhan re enā māt pitāne, safaḷ karī eṇe kāyā re... Bhūtal° 2

Dhanya Vṛundāvan dhanya e līlā, dhanya e Vrajnā vāsī re;

Aṣhṭa mahāsiddhi āngaṇiye ūbhī, mukti chhe enī dāsī re... Bhūtal° 3

E rasno svād Shankar jāṇe, ke jāṇe Shuk jogī re;

Kāīk jāṇe Vrajnī re Gopī, bhaṇe Narsaiyo bhogī re... Bhūtal° 4

loading