કીર્તન મુક્તાવલી

ઓધાજી અમને શ્યામ વિના સુખ નાવે રે

૧-૮૨૩: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

ઓધાજી અમને શ્યામ વિના સુખ નાવે રે ꠶ટેક

સગાં ન દીઠાં સોહાયે, મંદિરિયું ખાવાને ધાયે,

 ભોજનિયું તે નવ ભાવે રે... ꠶ ૧

રજનીમાં નિંદ ત્યાગી, લગની એ સાથ લાગી,

 કા’ન ન સંદેશો કા’વે રે... ꠶ ૨

દીવાની થઈને ડોલું, બપૈયાની પેરે બોલું,

 મોહની લગાડી માવે રે... ꠶ ૩

મુક્તાનંદ માવ પાસે, અમને કોઈ રાખે પાસે,

 કા’નને કોઈ તેડી લોવે રે... ꠶ ૪

Odhājī amne Shyām vinā sukh nāve re

1-823: Sadguru Muktanand Swami

Category: Leelana Pad

Odhājī amne Shyām vinā sukh nāve re °ṭek

Sagān na dīṭhā sohāye, mandiriyu khāvāne dhāye,

 Bhojaniyu te nav bhāve re... ° 1

Rajnīmā nind tyāgī, laganī e sāth lāgī,

 Kā’n na sandesho kā’ve re... ° 2

Dīvānī thaīne ḍolu, bapaiyānī pere bolu,

 Mohanī lagāḍī māve re... ° 3

Muktānand māv pāse, amne koī rākhe pāse,

 Kā’nne koī teḍī love re... ° 4

loading