કીર્તન મુક્તાવલી
સખી આજ મોહનને દીઠા રે શેરીએ આવતા
૨-૯૦૨૨: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
(વચનામૃત પંચાળા પ્રકરણ ૩)
સખી આજ મોહનને દીઠા રે, શેરીએ આવતા;
મોરલીમાં ગીત મધુરાં રે, ચાલ્યા આવે ગાવતા.
આવે વા’લો હસતા રે, ગોવાળના સાથમાં;
ઉછાળતા આવે મોહન રે, ફુલદડો હાથમાં.
રંગડામાં રાતા માતા રે, ચાલ્યા આવે શોખમાં;
રસિયો જોવાને કાજે રે, ઊભી રહી છું ગોખમાં.
મોહનજીનું મુખડું જોયું રે, ઘુંઘટની ઓટમાં;
જોઈને ઘાયલ થઈ છું રે, નેણાં કેરી ચોટમાં.
હૈયા પર હાર જોઈ રે, રહ્યું છે મન મોઈને;
બેની પ્રેમસખીના નાથને રહી છું જોઈને.
Sakhī āj mohanane dīṭhā re sherīe āvatā
2-9022: Sadguru Premanand Swami
Category: Murtina Pad
(Vachanāmṛut Panchāḷā Prakaraṇ 3)
Sakhī āj Mohanne dīṭhā re, sherīe āvatā;
Moralīmā gīt madhurā re, chālyā āve gāvatā.
Āve vā’lo hasatā re, govāḷnā sāthmā;
Uchhāḷatā āve Mohan re, fuldaḍo hāthmā.
Rangaḍāmā rātā mātā re, chālyā āve shokhmā;
Rasiyo jovāne kāje re, ūbhī rahī chhu gokhmā.
Mohanjīnu mukhaḍu joyu re, ghunghaṭnī oṭmā;
Joīne ghāyal thaī chhu re, neṇā kerī choṭmā.
Haiyā par hār joī re, rahyu chhe man moīne;
Benī Premsakhīnā Nāthne rahī chhu joīne.
Listen to ‘સખી આજ મોહનને દીઠા રે શેરીએ આવતા’
Jaydeep Swadia