અમૃત કળશ: ૨
સંત-સમાગમ
સોમલો ખાચર નિરંતર ભેળા રહેતા ને તેને ‘અર્ધો અમારો અને અર્ધો જગતનો પ્રસંગ છે’૧ એમ કેમ કહ્યું? ત્યારે ઉત્તર કર્યો જે, નિરંતર ભેળા તો મૂર્તિને મૂકે નહિ તે કહેવાય, પણ જે દેહે કરીને કેવળ ભેળા રહ્યા તે ભેળા કહેવાય નહિ, ને મહારાજનું એવી રીતે કહેવું તે સર્વ ઉપર કલમ ફરી વળે. ને ખરેખરી વાત તો ભગવાન ને આત્મા બે જ રહે ત્યારે ખરું કહેવાય, પણ દેહાત્મબુદ્ધિ છે તે કોઈ અપમાન કરે ત્યારે સારું ન લાગે ને અતિ થાય તો સત્સંગમાંથી કાઢી નાખે. તે માને કરીને દક્ષનું ભૂંડું કહેવાયું, લોભે કરીને સહસ્રાર્જુનનું ભૂંડું થયું. (૪૬)
પ્રકરણ/વાત: ૧૨/૧૬૯