ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨૩

સત્પુરુષ, ગુરુ

સુખ ને દુઃખનો વિચાર કરવો જે, સુખ તે શેમાં છે? ને સૌ સૌની મેળે તો સૌએ ઠરાવ કર્યો છે જે, કોઈ કહે છે જે ધ્યાન કરવું એ ઠીક છે, કોઈ પાણા ખોદવા એ શ્રેષ્ઠ કહે છે, કોઈ ભક્તિ કરવી એ શ્રેષ્ઠ કહે છે, માટે કોઈક એકાંતિક હોય તેને પૂછીને કરવું. વૃદ્ધિ પમાય છે તે તો सतां प्रसंगात् । મરને હજાર વરસ સુધી ધ્યાનમાં બેસી રહે તો પણ વૃદ્ધિ ન પમાય. ને સત્સંગમાં તો જેમ ખેડાનો કાંપ વધે છે તેમ જીવ વધે ને જેમ ઉત્તર દિશાનો પાર નહિ તેમ જ્ઞાનનો અંત નહિ. પૃથ્વીને વિષે એવા થયા જે ગિરનાર જેવા પર્વતને ડોલવે પણ સ્વભાવ નડ્યા. ને એકલે ધર્મે કે વૈરાગે કાંઈ ન થાય ને સમાગમે કરીને મોટાને વિશે જીવ જોડે તો બધા ગુણ આવે છે. નીકર મરને હજારું ગુણ હોય, પણ આ સાધુથી ઉથડક હોય તેનો એકે ગુણ કામ ન આવે. ને જે સારાં સારાં પદાર્થે કરીને રાજી થાય, તે પોતાનો હોય તો પણ પોતાનો ન જાણવો. ને તે તો બાળકને જેમ રમકડાં દઈએ ને રાજી રહે તેમ તેને તેવો જાણવો. જેને પદાર્થનો સત્સંગ છે તે કેટલા દિવસ રહેશે? તે અલૈયે થાળની સો મણ સાકર ખાધી તો પણ તેણે મહારાજનો પક્ષ ન રાખ્યો. વળી જીવાખાચરે મહારાજને મારવા મારા રાખ્યા હતા તેની અલૈયા ખાચરે ખબર હતી પણ મહારાજને કહ્યું નહીં. (૧૧)

પ્રકરણ/વાત: ૧૧/૪૪

ગુરુ વિના કાંઈ ન થાય ને વહેવારિક તુચ્છ કામ પણ ન આવડે. કહેતાં મોયડાની ગાંઠ પણ પડતાં ન આવડે. આ તો બ્રહ્મવિદ્યા શીખવી, તે ગુરુ વિના કેમ આવડે? તે ગુરુને જનની કહ્યા છે.

ગુરૂ દેવ જનની જનક રૂ સંબંધિ બંધુ,

પુરન અત્યંત સુખ ગુરૂહુસેં પાયો હે;

નાસિકા વદન બેન દિને ગુરૂ દિવ્ય નેન,

શોભિત શ્રવન દે કે શબ્દ સુનાયો હે;

દિયે ગુરૂ કર પાવ શિતલતા શિષ્ય ભાવ,

ગુરૂરાય પિંડહુમે પ્રાણ ઠહરાયો હે;

કહત હૈ બ્રહ્માનંદ કંદ સુક દયા સિંધુ,

ગુરૂ દેવ મેરો ઘાટ દૂસરો બનાયો હૈ.

શાસ્ત્રમાંથી શબ્દે કરીને જ્ઞાન તો થાય, પણ વરત્યા વિના સુખ ન આવે. ગુરુ વિના કેવળ શાસ્ત્રે કરીને જ્ઞાન થાય છે તે તો જેમ ફળ વિનાનાં ફૂલ ખરી જાય છે તેમ છે. ને ફળ તો ગુરુ સમજાવે ત્યારે જ થાય છે. (૧૨)

પ્રકરણ/વાત: ૧૧/૫૪

શીશુપાળ જેવા વિષય છે તેનો નાશ થાશે ત્યારે ભગવાનને વરાશે. સાધુ તો કેવા છે? તો મોટા મોટાને નિર્વિષ કર્યા. તે કિયા? તો મેંગણીના માનભા અને લીલાખાના મુંઝો સુરુ, જોબન પગી ને તખો પગી. તેમના ફેલ મુકાવ્યા, માટે મોક્ષને મારગે ચાલવું. તે ગુરુ વિના ન ચલાય. મોક્ષનો મારગ વરદાને કરીને થાય એવું નથી. તે વરદાને કરીને વ્યાકરણ ભણો જોઈએ, આવડે છે?... (૧૩)

પ્રકરણ/વાત: ૧૧/૫૭

મોટા હોય તે જાણીને સ્વભાવ રાખે, એમ આવ્યું. ત્યારે પૂછ્યું જે, “જાણીને કેમ રાખે છે?” પછી ઉત્તર કર્યો જે, “એ પ્રવૃત્તિ રાખે તે બીજાના કલ્યાણ સારુ ને એ ખાય તથા લૂગડાં પહેરે તે બીજાના કલ્યાણ સારુ છે ને ખાવું નથી ને ખાય છે ને પહેરવું નથી ને પહેરે છે ને કોઈને બોલાવે છે તે જીવના સારા સારુ છે.” (૧૪)

પ્રકરણ/વાત: ૧૧/૧૩૦

... સાધુથી મહારાજને બીજું કોઈ વહાલું નથી, તે તેના સમ ખાતા. ને સાધુમાં તો સર્વે ગુણ હોય માટે સંસારમાં રહો કે ત્યાગીમાં રહો પણ સાધુ સેવન કરવું. ને ત્યાગીમાં હશે ને સાધુ સેવન નહિ કરે તો તેમાં રૂડા ગુણ નહિ જ આવે. (૧૫)

પ્રકરણ/વાત: ૧૧/૧૮૨

પાપી હોય તેનું પણ આ દર્શને કલ્યાણ થઈ જાય એવું આ સાધુને આવડે છે. ને જીવનો સ્વભાવ તો કેવો છે જે, દેહનો ખરેરો કરે ત્યાં જ સારું લાગે પણ ટોકે ત્યાં સારું ન લાગે. ને સ્વભાવ તો ટોક્યે જાશે. માટે સાધુ છે તે જીવના દોષ હળવે હળવે કાઢી નાખે છે... (૧૬)

પ્રકરણ/વાત: ૧૧/૧૯૧

જેનો કસબ હોય તે તેમાં જાણે. ઘોડાનું પારખું તે આ ઘનશ્યામદાસજી જાણે ને પૃથ્વીનું પારખું તે ખેડૂત જાણે. તેમ જીવને મોટા હોય તે જાણે જે આ જીવને આટલો ખપ છે, આટલો દાખડો કરશું ત્યારે આગળ આવો થાશે. પણ જો જીવને કહેનારા ન હોય તો એટલેથી સત્સંગ જાતો રહે ને સ્વભાવ તો જીવનો એવો છે જે મન ઇન્દ્રિયુંને કારસો ન ગમે. મોટાને તો તેનું મનગમતું મુકાવવું હોય ને જીવમાં જે બડવાળ હોય તેને આ સાધુ જાણે છે. એવા મોટા મળ્યા તેને ભગવાન મળ્યા એમ જાણવું ને એવા મનાય ત્યારે એના હૈયામાં ભગવાન આવે... (૧૭)

પ્રકરણ/વાત: ૧૧/૨૨૨

... સોની ઘણો ડાહ્યો હોય તે સોનું જ પારખી શકે પણ ઢોરને ન ઓળખી શકે. ઢોરને તો આ જલો ભક્ત ઓળખી શકે. તેમ મોટા છે તે જીવના દોષને ઓળખે છે તે કોઈકને ક્યાંઈક મૂકે તે પણ ઓળખીને મૂકે ને પોતા પાસે રાખે તે પણ ઓળખીને રાખે. તે કેટલાક પાસે રહ્યા વૃદ્ધિ પામે છે ને કેટલાક છેટે રહીને વૃદ્ધિ પામે છે પણ જે ખપવાળા છે તે મોટાનું જોઈને વરતે છે. ને જે મોટા છે તે તો જીવના સ્વભાવ ભાળીને તેની સાથે મિત્રાચારી કરીને તેના દોષ મુકાવે છે... (૧૮)

પ્રકરણ/વાત: ૧૧/૨૨૩

જીવ પોતે પોતાનું ન જાણે પણ જે એકાંતિક છે તે તો જાણે. ત્યારે નારણ ભક્તે પ્રશ્ન પૂછ્યો જે, “એવા મોટાનો શી રીતે વિશ્વાસ આવે?” ત્યાર ઉત્તર કર્યો જે, “તેની સમીપમાં જે રહેનારા હોય તે જાણતા હોય તેને પૂછે ત્યારે તેનો વિશ્વાસ આવે, ત્યારે મોટા ઓળખાય...” (૧૯)

પ્રકરણ/વાત: ૧૧/૨૨૩

મહારાજે કહ્યું છે જે, ગુરુ છે તે ગરજ વિનાના છે ને ચેલા છે તે મૂર્ખ છે. તેમાં શી વાત કરી જે, મુમુક્ષુ હોય તે જ સાધુને ઓળખે. અમારે પ્રથમ ગુરુપણાનો અભાવ બહુ હતો પણ મહારાજે કર્યા. માટે જે મોક્ષભાગી હોય તે જ સાધુને ઓળખે ને પગી હોય તે પગને કળે. તેમ સાધુસેવન કર્યાં હશે તેનાથી સાધુ કળાય. (૨૦)

પ્રકરણ/વાત: ૧૧/૨૯૨

Vat Selection


Type: Keywords Exact phrase