ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૪

નિશ્ચય

ઘાણીએ ઘાલીને પીલી નાખે તો પણ સ્વામિનારાયણનું ભજન મૂકવું નહિ, કેમ જે તલના ને શેરડીના અવતાર આવ્યા હશે ત્યારે નહિ પીલાણા હોઈએ? માટે ભગવાનના નિશ્ચયરૂપી આંટી મૂકવી નહિ ને એ આંટી મૂકવી એ તો જીવતાં મરવું એવું છે. (૧)

પ્રકરણ/વાત: ૮/૧૫૩

કારીયાણીમાં મહારાજ હજામત કરાવતા હતા ત્યાં એક જણ હરિજન થાવા આવ્યો ને મહારાજ વતુ કરાવતાં જમ્યા એટલે તેને અવગુણ આવ્યો. ત્યારે મહારાજ કહે, “એને મુક્તાનંદ સ્વામી પાસે લઈ જાઓ.” પછી મુક્તાનંદ સ્વામીએ ઉપદેશ કરીને મહારાજનાં મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્ર એક સમજાવીને નિશ્ચય કરાવ્યો, માટે એમાં તો જ્ઞાન હોય તો જ પાધરું પડે. (૨)

પ્રકરણ/વાત: ૯/૯

પરિક્ષિત રાજાને સંશય થયો ને શુકજીને ન થયો. અક્રૂરની બુદ્ધિ ભેદાણી તે મણિ લઈને વયો ગયો ને ઉદ્ધવની ન ભેદાણી. ભગવાનની નિષ્ઠા ખરેખરી થઈ હોય તો જીવમાંથી જાય નહિ. (૩)

પ્રકરણ/વાત: ૯/૭૫

સ્વરૂપ સમજાણું હોય તો ઉપરીચર વસુની પેઠે પાતાળમાં પેઠા હોઈએ તો પણ શી ફિકર છે?... (૪)

પ્રકરણ/વાત: ૯/૯૯

... સ્વરૂપ સમજાણું હોય તો સર્વે ગુણ કેડે ચાલ્યા આવશે. માટે એક આજ્ઞા ને બીજી સ્વરૂપનિષ્ઠા એ બે વાત જ શીખવી... (૫)

પ્રકરણ/વાત: ૯/૯૯

રાત્રે વાત કરી જે, એક વરસાદે મોલ ન પાકે તેમ એક શબ્દે જ્ઞાન ન થાય. એક શબ્દે તો પૂંજાભાઈને થાય તે ચોરે ભગવાં દીઠાં એટલે ચોરા ઉપર આવીને તેણે પૂછ્યું જે, “આમાં ભગવાન કોણ છે? મને આકાશવાણી થઈ છે જે, ‘જા ઘરે, ભગવાન મળશે.’” ત્યારે ક્રિપાનંદ સ્વામી કહે, “અમે ભગવાન નથી પણ અમને ભગવાન મળ્યા છે તે તમને મેળવશું.” પછી અમે વાતુ કરીને ભગવાનપણાની નિષ્ઠા કરાવી. એમ એક શબ્દે એવાને જ્ઞાન થાય. (૬)

પ્રકરણ/વાત: ૯/૧૧૦

સર્વે કરતાં આશરો બળવાન કહ્યો છે. કીડી ઉપર કે હોલી ઉપર પાણાની કાંકરી પડે તો તે મરી જાય ને હાથીને બળથી લાકડી મારીએ તો પણ તેને કાંઈ ન જણાય, તેમ સત્સંગે કરીને પાકો થયો તેને ભારે દેશકાળ આવે તો પણ તેને કાંઈ ગણે નહિ ને બીજા તો જરાકમાં લેવાઈ જાય. વશરામ સુતારનો બાપ બે આના હરિભક્ત હતો તો પણ તેણે કહ્યું જે, “શેરડી ને તલના દેહ આવ્યા હશે ત્યારે પિલાણા નહિ હઈએ?” માટે આ તો ભગવાન સારુ પિલાવું તેમાં તો ઘણું ઠીક છે. (૭)

પ્રકરણ/વાત: ૯/૩૧૫

... સાધને કલ્યાણ થવું તે તો કીડીને કાશીએ જાવું તેવું છે. ને વર્તમાન ધારીને પ્રગટ ભગવાનને શરણે જાય તો અક્ષરધામમાં જાય... (૮)

પ્રકરણ/વાત: ૯/૩૨૫

પંચાળાનું ચોથું વચનામૃત વંચાવીને કહ્યું જે, આવી રીતે નિશ્ચયની દૃઢતા કરી હોય અને ભગવાનનું દિવ્યપણું ને મનુષ્યપણું એક જાણી રાખ્યું હોય અને સર્વે ધામ થકી અક્ષરધામનું સુખ શ્રેષ્ઠ છે એમ નક્કી કરી રાખ્યું હોય તેને વર્તમાન પાળવા શું કઠણ પડે? અને તેણે કેમ ચોરી થાય? ન જ થાય. ખરેખરો નિશ્ચય થયો હોય તો પોતે વર્તમાન લોપવા જાય તો પણ લોપાય નહિ. (૯)

પ્રકરણ/વાત: ૧૦/૮૧

લાલાભાઈને કહ્યું જે, “તમને લાખ રૂપીઆ આપીએ તો પણ કણબીપણાનું ને સોજીત્રાપણાનું ટળે નહિ, તેમ ભગવાનની કોરનું થાય ત્યારે ખરેખરો નિશ્ચય કહેવાય અને આવો નિશ્ચય જેને હોય તેને ભગવાન બીજે ક્યાંઈ રહેવા દે નહિ. માટે દિવ્યભાવ-મનુષ્યભાવ તેનું વારંવાર શ્રવણ-મનન કર્યા કરવું.” તે ઉપર વાત કરી જે, વશરામ સુતારને કોઈકે કહ્યું કે, “મહારાજ પાસે બે સ્ત્રીયું હતી.” ત્યારે કહે જે, “એમ હોય નહિ ને હોય તો પણ એ ભગવાન છે તે કાંઈ બાધ નહિ.” પછી સામા માણસનો સંશય ટળી ગયો પણ વશરામ સુતારને સંશય થયો તેથી પર્વતભાઈ પાસે કહ્યું. ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, “એમાં ભગવાનને શું બાધ?” એ વાત કરીને કહ્યું જે, સત્સંગ ને ઉપાસના તે તો સમાગમે કરીને થાય, ત્યાગ-વૈરાગ્ય પણ સમાગમે આવે અને સત્સંગ થાય ત્યારે તેના હૈયામાં વિષય રહે નહિ. ને બીજામાં સુખ મનાય નહિ. (૧૦)

પ્રકરણ/વાત: ૧૦/૮૨

Vat Selection


Type: Keywords Exact phrase