પ્રકરણ - ૮૪: સંતો સાથે ગોષ્ઠિ

પૂર્વછાયો પછી ગામ ગઢડે, આવિયા તે અલબેલ;
કરે લીલા લલિત ભાત્યે, રસિયોજી રંગરેલ. ૧
નાવા જાય નિત્યે નીરમાં, સખા સર્વે સંગ લઈ;
સંત સંગે શ્યામળો, અતિ રંગે રમે રાજી થઈ. ૩
ઉછાળે જળ અતિ ઘણાં, સામસામા સખા મળી;
એક કોરે અલબેલો થઈ, વધારે રમત્ય વળી. ૪
કરે ક્રીડા જળ માંહિ, સખા સંગે શ્યામ રે;
અનેક જીવ જીવન જોઈ, થાય પૂરણકામ રે. ૫
નાહી નીસર્યા નાથજી, જળ માંહિથી વળી બહાર;
વસ્ત્ર પહેરી વાલ્યમો, થયા અશ્વ ઉપર અસવાર. ૬
જન પ્રત્યે જીવન કહે, જેને જેટલો સતસંગ;
તેને તેટલા પાપનો, થાય બાહેર ભીતર ભંગ. ૩૮
તમે જાણો અમે ત્યાગિયું, ખાન પાન સુખ સંસાર;
શીત ઉષ્ણ સહી શરીરે, ભજીયે છીએ મોરાર. ૩૯
આગ્યે મોટા અધિપતિ, જેનાં અતિ કોમળ અંગ;
એક તનની જતનમાં, જન રહેતા બહુ બહુ સંગ. ૪૦
તેણે પણ પ્રભુ કારણે, કર્યાં તન મન સુખ ત્યાગ;
સહ્યાં કષ્ટ શરીરમાં, ધન્ય ધન્ય તેનો વૈરાગ્ય. ૪૧
એના જેટલું આપણે, કાંઈ ત્યાગ્યું નથી તનથી;
માટે સંશય સુખ દુઃખનો, મેલી દેવો તન મનથી. ૪૨
અમે જોને આવિયા, તમ કારણે તનધરી;
મનવાણી પહોંચે નહિ, રહે નેતિ નેતિ નિગમ કરી. ૪૩
માટે અમારા દાખડા, સામું જોજ્યો સહુ મળી;
અન્ય વાસના અંતરે, કોઈ રાખશો મા કહું વળી. ૪૪
નરને નારી નારીને નરની, વળી પુત્રની પ્યાસ રહી;
તો બહોળા પુત્ર પુરુષ મળશે, થાશે ફજેતી બહુ સહિ. ૪૫
મારો મૂકી આશરો, જે વિષયસુખને વાંછશે;
તે સુખ નહિ પામે સ્વપને, સામું પડ્યા દુઃખમાં પચશે. ૪૬

Selection

પ્રકરણ ૧: ગ્રંથલેખનના પ્રારંભમાં મહારાજની સહાય માગતા કહે છે પ્રકરણ ૨: સંતની સહાય માગતા વર્ણવેલ સંતમહિમા પ્રકરણ - ૩: ગ્રંથ લખવાનો ઉત્સાહ જણાવે છે પ્રકરણ - ૫: નરનારાયણ ૠષિનાં દર્શને ગયેલા ૠષિઓને પ્રથમ એકલા નરૠષિનાં દર્શન થાય છે ત્યારે ૠષિઓ કહે છે પ્રકરણ - ૧૩: રામાનંદસ્વામી ધર્મપિતાને કુસંગનો સૂક્ષ્મભેદ સમજાવે છે પ્રકરણ - ૪૧: રામાનંદસ્વામીને મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીનો મહિમા પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૨: નીલકંઠવર્ણી સ્વવૃત્તાંત રામાનંદસ્વામીને પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે પ્રકરણ - ૫૩: પાંચસો પરમહંસ બનાવ્યા પછી શ્રીહરિએ આપેલો ઉપદેશ પ્રકરણ - ૬૧: જેતલપુર યજ્ઞમાં મહારાજે જણાવેલ યજ્ઞનું રહસ્ય પ્રકરણ - ૬૪: સારંગપુરમાં પુષ્પદોલોત્સવે રંગે રમ્યા બાદ પ્રકરણ - ૬૮: ગઢડામાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠિ પ્રકરણ - ૭૧: વરતાલમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે પ્રકરણ - ૭૬: જેતલપુરમાં રાત્રે એકાદશીમાં કરેલ વાત પ્રકરણ - ૭૭: નિષ્કુળાનંદ સ્વામીએ કહેલ લીલાનો મહિમા પ્રકરણ - ૭૯: વરતાલમાં કાર્તિક સુદ એકાદશીના સમૈયાની સભામાં કરેલ વાત પ્રકરણ - ૮૪: સંતો સાથે ગોષ્ઠિ પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર પ્રકરણ - ૧૦૨: ગ્રંથ લખતા વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને વિશેષ નહિ લખાય તેમ જણાતા અંતરના ઉદ્‌ગાર સરી પડે છે પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું પ્રકરણ - ૧૦૭: નિર્લોભી વર્તમાન પ્રકરણ - ૧૧૦: નિર્માની વર્તમાન પ્રકરણ - ૧૬૪: ગ્રંથ સમાપ્તિમાં વર્ણવેલ પ્રગટનો મહિમા
loading