પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા

પૂર્વછાયો નાથ કહે સહુ સાંભળો, જેણે કરી કહ્યા ભગવાન;
આ તને તે નવ્ય કર્યું, અમથું કરો છો અનુમાન. ૧
વેદ અમે વાળ્યા નથી, નથી શંખાસુર આદિ મારિયા;
જેણે કરી ભગવાન જાણો, તે મત્સ્ય પ્રભુ મોર્યે થિયા. ૨
પીઠ્ય ઉપર ગિરી ધરી, નથી મથિયો અમે મેરાણ;
ચૌદ રત્ન લીધાં તે તો, કૂર્મ પ્રભુ પ્રમાણ. ૩
હિરણ્યાક્ષ હણી પૃથવી, વાલિ નથી આ વાર;
જે પ્રાક્રમે પ્રભુ કહ્યા, એ તો વારાહ અવતાર. ૪
એમ અનેક અવતારમાં, બહુ બહુ કરિયાં કાજ;
એહ માયલું અમમાં, કહો શું દીઠું તમે આજ. ૧૬
એહ પ્રાક્રમે પ્રભુપણું, અમ માંહી એકે નથી;
ન માનો તો જુવો નજરે, કહું તમને હું શું કથી. ૧૭

પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું

ત્યારે બોલિયા સરવે સંત, તમે સાંભળો શ્રીભગવંત;
વેદ વાળ્યા મત્સ્ય તન ધારી, શંખાસુરને માર્યો મુરારિ. ૧
શંખાસુર હતો મહાબળી, પેચ પ્રાક્રમે પૂરણ વળી;
તેને કામ ક્રોધે મળી માર્યો, લોભ મોહ આગળ્યે એ હાર્યો. ૨
એવા કામ લોભ ને જે ક્રોધ, મહા જબર છે જગજોધ;
તેને જીતી કર્યો જેજેકાર, એથી કોણ મોટો અવતાર. ૩
શ્રીરામજી અવતાર ધારી, માર્યો રાવણ મહાઅહંકારી;
રાવણ તપે પામી વરદાન, થયો બહુ અજિત બળવાન. ૨૨
જીત્યો સ્વર્ગ મૃત્યુ ને પાતાળ, થયો મહા અભિમાની ભૂપાળ;
જીત્યા બ્રહ્મા ઇન્દ્ર સુર સર્વ, રહ્યો નહિ કોઈનો તે ગર્વ. ૨૩
જીત્યો ઘન પવન જમરાય, જીત્યા નવગ્રહ ને જરાય;
એવો મહાબળી અહંકારી, તેને લીધો કામ ક્રોધે મારી. ૨૪
તે કામ ક્રોધનો આણ્યો અંત, તેને કોણ ન કહે ભગવંત;
કર્યાં કૃષ્ણે ચરિત્ર અપાર, બહુ દુષ્ટનો કર્યો સંહાર. ૨૫
જરાસંધ શિશુપાળ આદિ, અનમ્ર અહંકારી અનાદિ;
જેની નમતી નહિ પરછાય, મહા અભિમાની મન માંય. ૨૭
તેને કામ ક્રોધે લોભે મળી, નાખ્યા મોહ મમતાએ દળી;
એવા કામ ક્રોધાદિક કોટા, જેને આગે હાર્યા છોટા મોટા. ૨૮
એવા દુષ્ટ જે થકી હણાય, તે તો સર્વથી મોટા ગણાય;
કામ ક્રોધ લોભ જે ચંડાળ, એથી ભૂંડું થાય તતકાળ. ૨૯
સ્વર્ગલોક થકી પાછા પાડે, વિધિલોકથી મૂળ ઉખાડે;
પાડે વૈકુંઠ લોકથી વળી, પાડે અન્ય લોક થકી મળી. ૩૦

Selection

પ્રકરણ ૧: ગ્રંથલેખનના પ્રારંભમાં મહારાજની સહાય માગતા કહે છે પ્રકરણ ૨: સંતની સહાય માગતા વર્ણવેલ સંતમહિમા પ્રકરણ - ૩: ગ્રંથ લખવાનો ઉત્સાહ જણાવે છે પ્રકરણ - ૫: નરનારાયણ ૠષિનાં દર્શને ગયેલા ૠષિઓને પ્રથમ એકલા નરૠષિનાં દર્શન થાય છે ત્યારે ૠષિઓ કહે છે પ્રકરણ - ૧૩: રામાનંદસ્વામી ધર્મપિતાને કુસંગનો સૂક્ષ્મભેદ સમજાવે છે પ્રકરણ - ૪૧: રામાનંદસ્વામીને મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીનો મહિમા પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૨: નીલકંઠવર્ણી સ્વવૃત્તાંત રામાનંદસ્વામીને પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે પ્રકરણ - ૫૩: પાંચસો પરમહંસ બનાવ્યા પછી શ્રીહરિએ આપેલો ઉપદેશ પ્રકરણ - ૬૧: જેતલપુર યજ્ઞમાં મહારાજે જણાવેલ યજ્ઞનું રહસ્ય પ્રકરણ - ૬૪: સારંગપુરમાં પુષ્પદોલોત્સવે રંગે રમ્યા બાદ પ્રકરણ - ૬૮: ગઢડામાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠિ પ્રકરણ - ૭૧: વરતાલમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે પ્રકરણ - ૭૬: જેતલપુરમાં રાત્રે એકાદશીમાં કરેલ વાત પ્રકરણ - ૭૭: નિષ્કુળાનંદ સ્વામીએ કહેલ લીલાનો મહિમા પ્રકરણ - ૭૯: વરતાલમાં કાર્તિક સુદ એકાદશીના સમૈયાની સભામાં કરેલ વાત પ્રકરણ - ૮૪: સંતો સાથે ગોષ્ઠિ પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર પ્રકરણ - ૧૦૨: ગ્રંથ લખતા વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને વિશેષ નહિ લખાય તેમ જણાતા અંતરના ઉદ્‌ગાર સરી પડે છે પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું પ્રકરણ - ૧૦૭: નિર્લોભી વર્તમાન પ્રકરણ - ૧૧૦: નિર્માની વર્તમાન પ્રકરણ - ૧૬૪: ગ્રંથ સમાપ્તિમાં વર્ણવેલ પ્રગટનો મહિમા
loading