પ્રકરણ - ૧૦૭: નિર્લોભી વર્તમાન

અન્ન ખાવું તે ક્ષુધાને ખોવા, જળ પિવું તે પ્રાણને ટોવા;
રહેવું અન્ય વસ્તુથી નિરાશ, એમ સમજે છે હરિના દાસ. ૩૫
શીત ઉષ્ણ નિવારવા તન, રાખે અંગે વસ્ત્ર હરિજન;
જેવું મળે તેવું રાખે પાસ, એમ સમજે છે હરિના દાસ. ૩૬
તેહ વિના છે સર્વેનો ત્યાગ, વિષય સુખ સાથે છે વૈરાગ્ય;
ક્યારે ઇચ્છે નહિ જાણી કાશ, એમ સમજે છે હરિના દાસ. ૩૭
સોના રૂપામાં સુખ ન માને, જેને મહાપ્રભુ આવિયા પાને;
કીટ બ્રહ્માલગી દેખે નાશ, એમ સમજે છે હરિના દાસ. ૩૮
એક સમજાણું હરિમાં સુખ, બીજું સર્વે જણાણું છે દુઃખ;
જેવો જમકિંકર કાળપાશ, એમ સમજે છે હરિના દાસ. ૩૯
જેને મળ્યું છે મહાધન મોટું, બીજું સર્વે સમજાણું છે ખોટું;
પાપ જાણીને ન કરે પ્યાસ, એમ સમજે છે હરિના દાસ. ૪૦
અહિ વીંછી ને વિષ અંગાર, કાકવિષ્ટા માંહિ શિયું સાર;
એવું જાણી તજે સુખ આશ, એમ સમજે છે હરિના દાસ. ૪૧
એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં;
રહે છે અંતર સહુથી ઉદાસ, એમ સમજે છે હરિના દાસ. ૪૨

પ્રકરણ - ૧૧૦: નિર્માની વર્તમાન

મેલી પોતાની મોટ્યપ નાથ, મળી રહ્યા મનુષ્યને સાથ;
થઈ નાથ આપે નિરમાન, કરે સંસારીનું સનમાન. ૫
વળી સહે જગ ઉપહાસ, તોય ન કરે માન અવિનાશ;
જોને ઋષભદેવે કેવું સહ્યું, અતિશે નિરમાનને ગ્રહ્યું. ૬
જોને કપિલદેવ દયાળ, જેને મારવા ધાયા ભૂપાળ;
જોને વામનજી નિરમાની, બળીદ્વારે વસ્યા વરદાની. ૭
જોને રામ કેવા નિરમાન, નાગપાશે બંધાણા નિદાન;
જોને કૃષ્ણ કેવા સમરથ, મેલી માન તાણ્યો ઋષિરથ. ૮
એહ આદિ બહુ અવતાર, કહેતાં આવે નહિ તેનો પાર;
જુવો વર્તમાન કાળે આજ, કેવા નિર્માની છે મહારાજ. ૯
આપે સમર્થ ને સર્વે સહે, એવું નિરમાનીપણું ગ્રહે;
કરે તુચ્છ જીવ તિરસ્કાર, તે પર રોષ ન કરે લગાર. ૧૦
હવે એવા પ્રભુના જે દાસ, કહો કેમ ન સહે ઉપહાસ;
જેના નિરમાની ભગવાન, તેના જનને જોયે કેમ માન. ૧૧

Selection

પ્રકરણ ૧: ગ્રંથલેખનના પ્રારંભમાં મહારાજની સહાય માગતા કહે છે પ્રકરણ ૨: સંતની સહાય માગતા વર્ણવેલ સંતમહિમા પ્રકરણ - ૩: ગ્રંથ લખવાનો ઉત્સાહ જણાવે છે પ્રકરણ - ૫: નરનારાયણ ૠષિનાં દર્શને ગયેલા ૠષિઓને પ્રથમ એકલા નરૠષિનાં દર્શન થાય છે ત્યારે ૠષિઓ કહે છે પ્રકરણ - ૧૩: રામાનંદસ્વામી ધર્મપિતાને કુસંગનો સૂક્ષ્મભેદ સમજાવે છે પ્રકરણ - ૪૧: રામાનંદસ્વામીને મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીનો મહિમા પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૨: નીલકંઠવર્ણી સ્વવૃત્તાંત રામાનંદસ્વામીને પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે પ્રકરણ - ૫૩: પાંચસો પરમહંસ બનાવ્યા પછી શ્રીહરિએ આપેલો ઉપદેશ પ્રકરણ - ૬૧: જેતલપુર યજ્ઞમાં મહારાજે જણાવેલ યજ્ઞનું રહસ્ય પ્રકરણ - ૬૪: સારંગપુરમાં પુષ્પદોલોત્સવે રંગે રમ્યા બાદ પ્રકરણ - ૬૮: ગઢડામાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠિ પ્રકરણ - ૭૧: વરતાલમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે પ્રકરણ - ૭૬: જેતલપુરમાં રાત્રે એકાદશીમાં કરેલ વાત પ્રકરણ - ૭૭: નિષ્કુળાનંદ સ્વામીએ કહેલ લીલાનો મહિમા પ્રકરણ - ૭૯: વરતાલમાં કાર્તિક સુદ એકાદશીના સમૈયાની સભામાં કરેલ વાત પ્રકરણ - ૮૪: સંતો સાથે ગોષ્ઠિ પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર પ્રકરણ - ૧૦૨: ગ્રંથ લખતા વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને વિશેષ નહિ લખાય તેમ જણાતા અંતરના ઉદ્‌ગાર સરી પડે છે પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું પ્રકરણ - ૧૦૭: નિર્લોભી વર્તમાન પ્રકરણ - ૧૧૦: નિર્માની વર્તમાન પ્રકરણ - ૧૬૪: ગ્રંથ સમાપ્તિમાં વર્ણવેલ પ્રગટનો મહિમા
loading