પ્રકરણ - ૫૩: પાંચસો પરમહંસ બનાવ્યા પછી શ્રીહરિએ આપેલો ઉપદેશ

પૂર્વછાયો ત્યાગ શોભા સંતની, એમ કહે વેદ પુરાણ,
ત્યાગી થઈ તનસુખ ઇચ્છે, એ જ મોટો અજાણ । ૩૮

પ્રકરણ - ૬૧: જેતલપુર યજ્ઞમાં મહારાજે જણાવેલ યજ્ઞનું રહસ્ય

ચોપાઈ દીયે દર્શન પ્રસન્ન હોઈ રે, લિયે જન સુખ મુખ જોઈ રે,
પછી બોલિયા જગજીવન રે, દર્શન સ્પર્શન મોટો જગન રે । ૨૪

પ્રકરણ - ૬૪: સારંગપુરમાં પુષ્પદોલોત્સવે રંગે રમ્યા બાદ

ચોપાઈ પછી આવ્યો છે ફાગણ માસ, થયા હોળિ રમવા હુલાસ,
તિયાં હરિજનને તેડાવ્યા, દશ વિશ સંત પણ આવ્યા । ૧૫
પછી સુંદર આણ્યો સમાજ, રંગ કેસર રમવા કાજ,
તેલ ફુલેલ ગુલાલ ઘણા, મેલ્યો સમાજ ન રાખી મણા । ૧૬
સખા તાકી રહ્યા છે તયાર, જમે જીવન એટલી વાર,
જ્યારે જમી લીધું છે જીવને, તિયાં આવીને ઘેરિયા જને । ૧૭
લાવ્યા રંગ સુરંગ ગુલાલ, ઘેરી લીધા છે ઘરમાં લાલ,
છાંટે રંગ ઉડે છોળ્યું ઘણી, ચડિ ગરદી ગુલાલતણી । ૧૮
રંગ સોરંગે રંગ્યા રંગીલો, રસબસ થયા છે છબીલો,
પછી નાથ કહે સુણો તમે, માગો ફગવા તે આપિયે અમે । ૧૯
એમ કરી અલબેલે વાત, સુણી જન થયા રળિયાત,
વારુ માગશું અમે મહારાજ, દેજ્યો રાજી થઈ તમે રાજ । ૨૦
ત્યારે રાજ કહે રાજી છૈયે, માગો મન માન્યું અમે દૈયે,
ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પાસે એ માગિયે નાથ । ૨૧
મહાબળવંત માયા તમારી, જેણે આવરિયાં નરનારી,
એવું વરદાન દીજિયે આપે, એહ માયા અમને ન વ્યાપે । ૨૨
વળી તમારે વિષે જીવન, નાવે મનુષ્યબુદ્ધિ કોઈ દન,
જે જે લીલા કરો તમે લાલ, તેને સમજું અલૌકિક ખ્યાલ । ૨૩
સતસંગી જે તમારા કા’વે, તેનો કે’દિ અભાવ ન આવે,
દેશ કાળ ને ક્રિયાએ કરી, કે’દિ તમને ન ભૂલીયે હરિ । ૨૪
કામ ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતિ,
તમને ભજતાં આડું જે પડે, માગીએ એ અમને ન નડે । ૨૫
એટલું માગીએ છૈયે અમે, દેજ્યો દયા કરી હરિ તમે,
વળી ન માગીએ અમે જેહ, તમે સુણી લેજ્યો હરિ તેહ । ૨૬
કે’દિ દેશો મા દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન,
કે’દિ કુસંગનો સંગ મા દેજ્યો, અધર્મ થકી ઉગારી લેજ્યો । ૨૭
કે’દિ દેશો મા સંસારી સુખ, દેશો મા પ્રભુ વાસ વિમુખ,
દેશો મા પ્રભુ જક્ત મોટાઈ, મદ મત્સર ઈરષા કાંઈ । ૨૮
દેશો મા દેહસુખ સંયોગ, દેશો મા હરિજનનો વિયોગ,
દેશો મા હરિજનનો અભાવ, દેશો મા અહંકારી સ્વભાવ । ૨૯
દેશો મા સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય,
એ આદિ નથી માગતા અમે, દેશો મા દયા કરીને તમે । ૩૦
પછી બોલીયા શ્યામસુંદર, જાઓ આપ્યો તમને એ વર,
મારી માયામાં નહિ મૂંઝાઓ, દેહાદિકમાં નહિ બંધાઓ । ૩૧
મારી ક્રિયામાં નહિ આવે દોષ, મને સમજશો સદા અદોષ,
એમ કહ્યું થઈ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત । ૩૨
દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા,
એમ રમ્યા રંગભર હોળી, હરિ સાથે હરિજન ટોળી । ૩૩
જય જય કહે નિજદાસ, લીધું સુખ દીધું અવિનાશ,
કરી લીલા અલૌકિક શ્યામે, શોભાવંત સારંગપુર ગામે । ૪૧

Selection

પ્રકરણ ૧: ગ્રંથલેખનના પ્રારંભમાં મહારાજની સહાય માગતા કહે છે પ્રકરણ ૨: સંતની સહાય માગતા વર્ણવેલ સંતમહિમા પ્રકરણ - ૩: ગ્રંથ લખવાનો ઉત્સાહ જણાવે છે પ્રકરણ - ૫: નરનારાયણ ૠષિનાં દર્શને ગયેલા ૠષિઓને પ્રથમ એકલા નરૠષિનાં દર્શન થાય છે ત્યારે ૠષિઓ કહે છે પ્રકરણ - ૧૩: રામાનંદસ્વામી ધર્મપિતાને કુસંગનો સૂક્ષ્મભેદ સમજાવે છે પ્રકરણ - ૪૧: રામાનંદસ્વામીને મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીનો મહિમા પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૨: નીલકંઠવર્ણી સ્વવૃત્તાંત રામાનંદસ્વામીને પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે પ્રકરણ - ૫૩: પાંચસો પરમહંસ બનાવ્યા પછી શ્રીહરિએ આપેલો ઉપદેશ પ્રકરણ - ૬૧: જેતલપુર યજ્ઞમાં મહારાજે જણાવેલ યજ્ઞનું રહસ્ય પ્રકરણ - ૬૪: સારંગપુરમાં પુષ્પદોલોત્સવે રંગે રમ્યા બાદ પ્રકરણ - ૬૮: ગઢડામાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠિ પ્રકરણ - ૭૧: વરતાલમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે પ્રકરણ - ૭૬: જેતલપુરમાં રાત્રે એકાદશીમાં કરેલ વાત પ્રકરણ - ૭૭: નિષ્કુળાનંદ સ્વામીએ કહેલ લીલાનો મહિમા પ્રકરણ - ૭૯: વરતાલમાં કાર્તિક સુદ એકાદશીના સમૈયાની સભામાં કરેલ વાત પ્રકરણ - ૮૪: સંતો સાથે ગોષ્ઠિ પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર પ્રકરણ - ૧૦૨: ગ્રંથ લખતા વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને વિશેષ નહિ લખાય તેમ જણાતા અંતરના ઉદ્‌ગાર સરી પડે છે પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું પ્રકરણ - ૧૦૭: નિર્લોભી વર્તમાન પ્રકરણ - ૧૧૦: નિર્માની વર્તમાન પ્રકરણ - ૧૬૪: ગ્રંથ સમાપ્તિમાં વર્ણવેલ પ્રગટનો મહિમા
loading