પ્રકરણ - ૭૬: જેતલપુરમાં રાત્રે એકાદશીમાં કરેલ વાત

પૂર્વછાયો પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો હરિજન સહુ;
અતિ રહસ્ય એકાંત્યની, એક વાલ્યપની વાત કહું. ૨૭
આ સભામાં આપણ સહુનાં, તેજોમય તન છે;
છટા છૂટે છે તેજની, જાણું પ્રકટિયા કોટિ ઇન્દુ છે. ૨૮
વળી કહું એક વારતા, સર્વે કીધું આપણું થાય છે;
સુખ દુઃખ વળી જય પરાજય, યત્કિંચિત્ જે કહેવાય છે. ૨૯
જે જે આપણને નવ્ય ગમે, તે જીવ કેમ શકે કરી;
જુવો સર્વે જક્તમાં, કોણ શકે છે ફેલ આચરી. ૩૦
વળી રીત્ય આપણી, જે જીવને નથી ગમતી;
જોઉં છું એવા જીવને, છે કેની કેની એવી મતિ. ૩૧
તેને શોધી સામટો, એક દંડ દેવા તાન છે;
કોઈ ન પ્રીછે પરચો, એવું કરવું મારે નિદાન છે. ૩૨
જેવું અમારાં અંગમાં, સુખદુઃખ રાખું છું સહી;
તેવું જાણજ્યો જક્તમાં, કહું સત્ય એમાં સંશય નહિ. ૩૩
વળી આપણે રાખિયાં, ષટ રસનાં વ્રતમાન;
તે દિ સર્વે જક્તમાં, કેને ખાવા ન રહ્યું ધાન. ૩૪
જે દિ અમે છાના રહ્યા, અને વળી વધાર્યા કેશ;
તે દિના આ ભૂ વિષે, સહુ નિસ્તેજ થયા નરેશ. ૩૫
વળી અમે અંગમાં, આણ્યો હતો મંદવાડ;
તે દાડે આ જક્તમાં, બહુ જીવનો ગયો બિગાડ. ૩૬
એમ જણાય છે એકતા, મારા પિંડ બ્રહ્માંડમાં મળી;
જે હોય આ અંગમાં, તે બ્રહ્માંડમાં હોય વળી. ૩૭
તે માટે તમે સાંભળો, સતસંગી સહુ નરનાર;
જે જે થાય છે જક્તમાં, તેનો બીજો નથી કરનાર. ૩૮
સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજ્યો સ્થિર મતિ;
જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ. ૩૯
એમ કરતાં જો પંડ પડશે, તો આગળ સુખ છે અતિ ઘણું;
પણ વ્રત ટેક જો ટાળશો તો, ભોગવશો સહુ સહુ તણું. ૪૦
નહિ તો તમે નચિંત રહેજ્યો, કરવું તમારે કાંઈ નથી;
જે મળ્યા છે તમને, તે પાર છે અક્ષરથી. ૪૧

Selection

પ્રકરણ ૧: ગ્રંથલેખનના પ્રારંભમાં મહારાજની સહાય માગતા કહે છે પ્રકરણ ૨: સંતની સહાય માગતા વર્ણવેલ સંતમહિમા પ્રકરણ - ૩: ગ્રંથ લખવાનો ઉત્સાહ જણાવે છે પ્રકરણ - ૫: નરનારાયણ ૠષિનાં દર્શને ગયેલા ૠષિઓને પ્રથમ એકલા નરૠષિનાં દર્શન થાય છે ત્યારે ૠષિઓ કહે છે પ્રકરણ - ૧૩: રામાનંદસ્વામી ધર્મપિતાને કુસંગનો સૂક્ષ્મભેદ સમજાવે છે પ્રકરણ - ૪૧: રામાનંદસ્વામીને મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીનો મહિમા પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૨: નીલકંઠવર્ણી સ્વવૃત્તાંત રામાનંદસ્વામીને પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે પ્રકરણ - ૫૩: પાંચસો પરમહંસ બનાવ્યા પછી શ્રીહરિએ આપેલો ઉપદેશ પ્રકરણ - ૬૧: જેતલપુર યજ્ઞમાં મહારાજે જણાવેલ યજ્ઞનું રહસ્ય પ્રકરણ - ૬૪: સારંગપુરમાં પુષ્પદોલોત્સવે રંગે રમ્યા બાદ પ્રકરણ - ૬૮: ગઢડામાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠિ પ્રકરણ - ૭૧: વરતાલમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે પ્રકરણ - ૭૬: જેતલપુરમાં રાત્રે એકાદશીમાં કરેલ વાત પ્રકરણ - ૭૭: નિષ્કુળાનંદ સ્વામીએ કહેલ લીલાનો મહિમા પ્રકરણ - ૭૯: વરતાલમાં કાર્તિક સુદ એકાદશીના સમૈયાની સભામાં કરેલ વાત પ્રકરણ - ૮૪: સંતો સાથે ગોષ્ઠિ પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર પ્રકરણ - ૧૦૨: ગ્રંથ લખતા વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને વિશેષ નહિ લખાય તેમ જણાતા અંતરના ઉદ્‌ગાર સરી પડે છે પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું પ્રકરણ - ૧૦૭: નિર્લોભી વર્તમાન પ્રકરણ - ૧૧૦: નિર્માની વર્તમાન પ્રકરણ - ૧૬૪: ગ્રંથ સમાપ્તિમાં વર્ણવેલ પ્રગટનો મહિમા
loading