॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

Category: Commands › Purity of Company

Showing 1-5 of 22

186

मनुष्यो व्यसनी यः स्याद् निर्लज्जो व्यभिचारवान्।

तस्य सङ्गो न कर्तव्यः सत्सङ्गमाश्रितैर्जनैः॥१८६॥

સત્સંગીજનોએ જે મનુષ્ય વ્યસની, નિર્લજ્જ તથા વ્યભિચારી હોય તેનો સંગ ન કરવો. (૧૮૬)

Satsangis should not associate with people who have addictions, are shameless or are adulterous. (186)

loop
187

सङ्गश्चारित्र्यहीनायाः करणीयो नहि स्त्रियाः।

स्त्रीभिः स्वधर्मरक्षार्थं पाल्याश्च नियमा दृढम्॥१८७॥

સ્ત્રીઓએ પોતાના ધર્મની રક્ષા માટે ચારિત્ર્યહીન સ્ત્રીનો સંગ ન કરવો અને દૃઢપણે નિયમોનું પાલન કરવું. (૧૮૭)

To protect one’s dharma, female devotees should not associate with immoral women and should firmly abide by the niyams. (187)

loop
216

सङ्गोऽत्र बलवाँल्लोके यथासङ्गं हि जीवनम्।

सतां सङ्गम् अतः कुर्यात् कुसङ्गं सर्वथा त्यजेत्॥२१६॥

આ લોકમાં સંગ બળવાન છે. જેવો સંગ હોય તેવું જીવન બને. આથી સારા મનુષ્યોનો સંગ કરવો. કુસંગનો સર્વથા ત્યાગ કરવો. (૨૧૬)

In this world, the company one keeps has great influence. The type of association molds one’s life accordingly. Therefore, one should always keep the company of virtuous people and totally shun bad company. (216)

loop
217

कामाऽऽसक्तो भवेद् यो हि कृतघ्नो लोकवञ्चकः।

पाखण्डी कपटी यश्च तस्य सङ्गं परित्यजेत्॥२१७॥

જે મનુષ્ય કામાસક્ત, કૃતઘ્ની, લોકોને છેતરનાર, પાખંડી તથા કપટી હોય તેનો સંગ ત્યજવો. (૨૧૭)

One should renounce the company of those who are lustful, ungrateful, dishonest, hypocritical or deceitful. (217)

loop
218

हरेस्तदवताराणां खण्डनं विदधाति यः।

उपास्तेः खण्डनं यश्च कुरुते परमात्मनः॥२१८॥

જે મનુષ્ય ભગવાન અને તેમના અવતારોનું ખંડન કરતો હોય, પરમાત્માની ઉપાસનાનું ખંડન કરતો હોય અને સાકાર ભગવાનને નિરાકાર માનતો હોય તેનો સંગ ન કરવો. તેવા ગ્રંથો ન વાંચવા. (૨૧૮-૨૧૯)

One should not associate with those who deny Bhagwan and his incarnations, disapprove of upāsanā to Paramatma or believe Bhagwan, who eternally possesses a form, to be formless. Do not read such texts. (218–219)

loop
CATEGORIES

Type: Keywords Exact phrase