॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

Category: Understanding

Showing 1-5 of 54

6

सत्सङ्गः स्थापितस्तस्माद् दिव्योऽयं परब्रह्मणा।

स्वामिनारायणेनेह साक्षादेवाऽवतीर्य च॥६॥

તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત્ અવતરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી. (૬)

For this reason, Parabrahman Swaminarayan himself manifested in this world and established this divine Satsang. (6)

loop
7

सत्सङ्गस्याऽस्य विज्ञानं मुमुक्षूणां भवेदिति।

शास्त्रं सत्सङ्गदीक्षेति शुभाऽऽशयाद् विरच्यते॥७॥

આ સત્સંગનું જ્ઞાન મુમુક્ષુઓને થાય એવા શુભ આશયથી ‘સત્સંગદીક્ષા’ એ નામનું શાસ્ત્ર રચવામાં આવે છે. (૭)

The shastra titled ‘Satsang Diksha’ has been composed with the pure intent that mumukshus acquire the knowledge of this satsang. (7)

loop
10

दीक्षेति दृढसङ्कल्पः सश्रद्धं निश्चयोऽचलः।

सम्यक् समर्पणं प्रीत्या निष्ठा व्रतं दृढाश्रयः॥१०॥

દીક્ષા એટલે દૃઢ સંકલ્પ, શ્રદ્ધાએ સહિત એવો અચળ નિશ્ચય, સમ્યક્ સમર્પણ, પ્રીતિપૂર્વક નિષ્ઠા, વ્રત અને દૃઢ આશરો. (૧૦)

‘Diksha’ means firm resolve, unwavering conviction coupled with faith, absolute dedication, loving faith, observances and firm refuge. (10)

loop
11

शास्त्रेऽस्मिञ्ज्ञापिता स्पष्टम् आज्ञोपासनपद्धतिः।

परमात्म-परब्रह्म-सहजानन्द-दर्शिता॥११॥

આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણાવી છે. (૧૧)

The methods of āgnā and upāsanā revealed by Parabrahman Sahajanand Paramatma are clearly expressed in this shastra. (11)

loop
12

सत्सङ्गाऽधिकृतः सर्वे सर्वे सुखाऽधिकारिणः।

सर्वेऽर्हा ब्रह्मविद्यायां नार्यश्चैव नरास्तथा॥१२॥

પુરુષો તથા સ્ત્રીઓ સર્વે સત્સંગના અધિકારી છે, સર્વે સુખના અધિકારી છે અને સર્વે બ્રહ્મવિદ્યાના અધિકારી છે. (૧૨)

All males and females are entitled to satsang, all are entitled to happiness and all are entitled to brahmavidyā. (12)

loop
CATEGORIES

Type: Keywords Exact phrase