॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

106

सर्वकर्ता च साकारः सर्वोपरि सदा हरिः।

मुमुक्षूणां विमोक्षाय प्रकटो वर्तते सदा॥ १०६॥

GUJ

ભગવાન સદાય સર્વકર્તા, સાકાર, સર્વોપરી છે અને મુમુક્ષુઓની મુક્તિ માટે હંમેશાં પ્રગટ રહે છે. (૧૦૬)

ENG

Bhagwan is eternally the all-doer, with form and supreme; he always remains manifest for the moksha of mumukshus. (106)

107

ब्रह्माऽक्षरगुरुद्वारा भगवान् प्रकटः सदा।

सहितः सकलैश्वर्यैः परमाऽऽनन्दमर्पयन्॥ १०७॥

GUJ

અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુ દ્વારા ભગવાન પોતાનાં સકળ ઐશ્વર્યો સહિત, પરમાનંદ અર્પતાં થકાં સદાય પ્રગટ રહે છે. (૧૦૭)

ENG

Through the Aksharbrahman guru, Bhagwan always remains present with all of his divinity and bestows utmost bliss. (107)

108

प्रीतिः कार्याऽऽत्मबुद्धिश्च ब्रह्माऽक्षरे गुरौ दृढा।

प्रत्यक्षभगवद्भावात् सेव्यो ध्येयः स भक्तितः॥ १०८॥

GUJ

અક્ષરબ્રહ્મ ગુરુને વિષે દૃઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવી. તેમને વિષે પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવીને ભક્તિએ કરીને તેમની સેવા તથા ધ્યાન કરવાં. (૧૦૮)

ENG

One should foster intense love and ātmabuddhi for the Aksharbrahman guru. Believing the guru as the manifest form of Bhagwan, one should serve him and meditate on him with devotion. (108)

109

स्वामिनारायणो मन्त्रो दिव्यश्चाऽलौकिकः शुभः।

जप्योऽयं सकलैर्भक्तैर्दत्तोऽयं हरिणा स्वयम्॥ १०९॥

GUJ

સ્વામિનારાયણ મંત્ર દિવ્ય, અલૌકિક અને શુભ મંત્ર છે. સ્વયં શ્રીહરિએ આ મંત્ર આપ્યો છે. સર્વ ભક્તોએ તેનો જપ કરવો. આ મંત્રમાં ‘સ્વામિ’ શબ્દથી અક્ષરબ્રહ્મને સમજવા અને ‘નારાયણ’ શબ્દથી તે અક્ષરબ્રહ્મથી પર એવા પુરુષોત્તમને સમજવા. (૧૦૯-૧૧૦)

ENG

The ‘Swaminarayan’ mantra is divine, beyond this world and auspicious. Shri Hari himself bestowed this mantra. All devotees should chant it. In this mantra, understand that ‘Swami’ refers to Aksharbrahman, and ‘Narayan’ refers to Purushottam, who is superior to Aksharbrahman. (109–110)

110

अक्षरं ब्रह्म विज्ञेयं मन्त्रे स्वामीति शब्दतः।

नारायणेति शब्देन तत्परः पुरुषोत्तमः॥ ११०॥