॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

121

निन्दालज्जाभयाऽऽपद्भ्यः सत्सङ्गं न परित्यजेत्।

स्वामिनारायणं देवं तद्भक्तिं कर्हिचिद् गुरुम्॥१२१॥

નિંદા, લજ્જા, ભય કે મુશ્કેલીઓને લીધે ક્યારેય સત્સંગ, સ્વામિનારાયણ ભગવાન, તેમની ભક્તિ અને ગુરુનો ત્યાગ ન કરવો. (૧૨૧)

When faced with criticism, shame, fear or difficulty, one should never abandon satsang, Swaminarayan Bhagwan, devotion towards him, or the guru. (121)

122

सेवा हरेश्च भक्तानां कर्तव्या शुद्धभावतः।

महद्भाग्यं ममास्तीति मत्वा स्वमोक्षहेतुना॥१२२॥

ભગવાન અને ભક્તોની સેવા શુદ્ધભાવે, મારાં મોટાં ભાગ્ય છે એમ માનીને પોતાના મોક્ષ માટે કરવી. (૧૨૨)

One should serve Bhagwan and his devotees with pure intentions, believing it to be one’s great fortune and with the goal of attaining one’s moksha. (122)

123

नेयो न व्यर्थतां कालः सत्सङ्गं भजनं विना।

आलस्यं च प्रमादादि परित्याज्यं हि सर्वदा॥१२३॥

સત્સંગ અને ભજન વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. આળસ તથા પ્રમાદ વગેરેનો હંમેશાં પરિત્યાગ કરવો. (૧૨૩)

One should not let time pass wastefully without satsang or devotion. One should always give up laziness and negligence. (123)

124

कुर्याद्धि भजनं कुर्वन् क्रिया आज्ञाऽनुसारतः।

क्रियाबन्धः क्रियाभारः क्रियामानस्ततो नहि॥१२४॥

ભજન કરતાં કરતાં ક્રિયા કરવી. આજ્ઞા અનુસારે કરવી. આમ કરવાથી ક્રિયાનું બંધન ન થાય, ક્રિયાનો ભાર ન લાગે અને ક્રિયાનું માન ન આવે. (૧૨૪)

One should perform tasks while engaging in devotion and according to āgnā. By doing so, one will not become attached to one’s actions, be burdened by them or develop ego because of them. (124)

125

सेवया कथया स्मृत्या ध्यानेन पठनादिभिः।

सुफलं समयं कुर्याद् भगवत्कीर्तनादिभिः॥१२५॥

સેવા, કથા, સ્મરણ, ધ્યાન, પઠનાદિ તથા ભગવત્કીર્તન વગેરેથી સમયને સુફળ કરવો. (૧૨૫)

One should fruitfully use time by performing sevā, listening to discourses, smruti, meditating, studying, singing kirtans of Bhagwan and engaging in other such activities. (125)

SHLOKAS

Type: Keywords Exact phrase