॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

151

प्रत्यहमनुसन्धेया जगतो नाशशीलता।

स्वात्मनो नित्यता चिन्त्या सच्चिदानन्दरूपता॥ १५१॥

GUJ

દરરોજ જગતના નાશવંતપણાનું અનુસંધાન કરવું અને પોતાના આત્માની નિત્યતા તથા સચ્ચિદાનંદપણાનું ચિંતવન કરવું. (૧૫૧)

ENG

Daily, one should reflect on the impermanent nature of the world and on one’s ātmā as eternal and sachchidānand. (151)

152

भूतं यच्च भवद्यच्च यदेवाऽग्रे भविष्यति।

सर्वं तन्मे हितायैव स्वामिनारायणेच्छया॥ १५२॥

GUJ

જે થઈ ગયું છે, થઈ રહ્યું છે અને જે કાંઈ આગળ થશે તે બધું જ સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી મારા હિત માટે જ છે એમ માનવું. (૧૫૨)

ENG

One should understand that all which has happened, which is happening, and which will happen is solely due to Swaminarayan Bhagwan’s will and only for my benefit. (152)

153

प्रार्थनं प्रत्यहं कुर्याद् विश्वासभक्तिभावतः।

गुरोर्ब्रह्मस्वरूपस्य स्वामिनारायणप्रभोः॥ १५३॥

GUJ

સ્વામિનારાયણ ભગવાન તથા બ્રહ્મસ્વરૂપ ગુરુને પ્રતિદિન વિશ્વાસ અને ભક્તિભાવથી પ્રાર્થના કરવી. (૧૫૩)

ENG

One should daily pray to Swaminarayan Bhagwan and the Brahmaswarup guru with faith and devotion. (153)

154

मानेर्ष्याकामक्रोधादि-दोषाऽऽवेगो भवेत् तदा।

अक्षरमहमित्यादि शान्तमना विचिन्तयेत्॥ १५४॥

GUJ

માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ ઇત્યાદિ દોષોનો આવેગ આવે ત્યારે ‘હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું’ એમ શાંત મને ચિંતવન કરવું. (૧૫૪)

ENG

When one experiences impulses of egotism, jealousy, lust, anger, and other base instincts, one should calmly reflect: ‘I am akshar; I am a servant of Purushottam.’ (154)

155

मया सह सदैवाऽस्ति सर्वदोषनिवारकः।

स्वामिनारायणः साक्षाद् एवं बलं च धारयेत्॥ १५५॥

GUJ

અને સર્વ દોષોનું નિવારણ કરનારા સાક્ષાત્ સ્વામિનારાયણ ભગવાન સદૈવ મારી સાથે છે એમ બળ રાખવું. (૧૫૫)

ENG

Also, one should remain strong in the belief that Swaminarayan Bhagwan himself, who is the destroyer of all base instincts, is always with me. (155)