॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

191

न कार्यो व्यवहारश्च दुष्टैर्जनैः सह क्वचित्।

दीनजनेषु भाव्यं च सत्सङ्गिभिर्दयाऽन्वितैः॥ १९१॥

GUJ

સત્સંગીઓએ ક્યારેય દુર્જન સાથે વ્યવહાર ન કરવો અને દીનજનને વિષે દયાવાન થવું. (૧૯૧)

ENG

Satsangis should never engage in dealings with immoral persons and should be compassionate towards those who are meek and disadvantaged. (191)

192

लौकिकं त्वविचार्यैव सहसा कर्म नाऽऽचरेत्।

फलादिकं विचार्यैव विवेकेन तद् आचरेत्॥ १९२॥

GUJ

લૌકિક કાર્ય ક્યારેય વિચાર્યા વગર તત્કાળ ન કરવું પરંતુ ફળ વગેરેનો વિચાર કરીને વિવેકપૂર્વક કરવું. (૧૯૨)

ENG

Worldly deeds should never be performed in haste without due deliberation. They should, however, be performed with due judgment, after reflecting on their consequences and other such considerations. (192)

193

लुञ्चा कदापि न ग्राह्या कैश्चिदपि जनैरिह।

नैव कार्यो व्ययो व्यर्थः कार्यः स्वाऽऽयाऽनुसारतः॥ १९३॥

GUJ

કોઈ પણ મનુષ્યે ક્યારેય લાંચ ન લેવી. ધનનો વ્યર્થ વ્યય ન કરવો. પોતાની આવકને અનુસારે ધનનો વ્યય કરવો. (૧૯૩)

ENG

No one should ever accept bribes. Wealth should not be spent wastefully. One should spend according to one’s income. (193)

194

कर्तव्यं लेखनं सम्यक् स्वस्याऽऽयस्य व्ययस्य च।

नियमाननुसृत्यैव प्रशासनकृतान् सदा॥ १९४॥

GUJ

પ્રશાસનના નિયમોને અનુસરી હંમેશાં પોતાનાં આવક અને ખર્ચની નોંધ વ્યવસ્થિત કરવી. (૧૯૪)

ENG

One should always accurately keep accounts of one’s income and expenditure in accordance with government laws. (194)

195

स्वाऽऽयाद्धि दशमो भागो विंशोऽथवा स्वशक्तितः।

अर्प्यः सेवाप्रसादार्थं स्वामिनारायणप्रभोः॥ १९५॥

GUJ

પોતાને પ્રાપ્ત થતી આવકમાંથી પોતાની શક્તિ પ્રમાણે દશમો કે વીશમો ભાગ સ્વામિનારાયણ ભગવાનની સેવા-પ્રસન્નતા માટે અર્પણ કરવો. (૧૯૫)

ENG

According to one’s means, one should give one-tenth or one-twentieth of one’s income in Swaminarayan Bhagwan’s service and to attain his blessings. (195)

SHLOKAS
Type: