॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

201

प्रशास्ता पालयेद् धर्मान् नियता ये सुशासने।

लोकानां भरणं पुष्टिं कुर्यात् संस्काररक्षणम्॥२०१॥

સુશાસન માટે અવશ્યપણે જોઈએ તે ધર્મોને પ્રશાસકે પાળવા. લોકોનું ભરણ-પોષણ કરવું. સંસ્કારોની રક્ષા કરવી. સર્વેનો અભ્યુદય થાય તે માટે સ્વાસ્થ્ય, શિક્ષણ, સંરક્ષણ, વીજળી, અનાજ, જળ વગેરે દ્વારા સારી રીતે વ્યવસ્થા કરવી. (૨૦૧-૨૦૨)

Rulers should follow dharma that is necessary to govern well. They should provide for the people, foster their growth and safeguard sanskārs. They should suitably arrange services for health, education, defense, electricity, food, water and other resources for the benefit of all. (201–202)

202

स्वास्थ्यशिक्षणसंरक्षा-विद्युदन्नजलादिकैः।

सुव्यवस्था विधातव्या सर्वाऽभ्युदयहेतुना॥२०२॥

સુશાસન માટે અવશ્યપણે જોઈએ તે ધર્મોને પ્રશાસકે પાળવા. લોકોનું ભરણ-પોષણ કરવું. સંસ્કારોની રક્ષા કરવી. સર્વેનો અભ્યુદય થાય તે માટે સ્વાસ્થ્ય, શિક્ષણ, સંરક્ષણ, વીજળી, અનાજ, જળ વગેરે દ્વારા સારી રીતે વ્યવસ્થા કરવી. (૨૦૧-૨૦૨)

Rulers should follow dharma that is necessary to govern well. They should provide for the people, foster their growth and safeguard sanskārs. They should suitably arrange services for health, education, defense, electricity, food, water and other resources for the benefit of all. (201–202)

203

गुणसामर्थ्यरुच्यादि विदित्वैव जनस्य तु।

तदुचितेषु कार्येषु योजनीयो विचार्य सः॥२०३॥

કોઈ પણ મનુષ્યના ગુણ, સામર્થ્ય, રુચિ વગેરે જાણીને; વિચાર કરી તેના માટે ઉચિત એવાં કાર્યોમાં તેને જોડવો. (૨૦૩)

A person should be assigned suitable tasks after knowing and considering their qualities, abilities, inclinations and other such factors. (203)

204

शक्या भगवतो यत्र भक्तिः स्वधर्मपालनम्।

तस्मिन् देशे निवासो हि करणीयः सुखेन च॥२०४॥

જે દેશને વિષે ભગવાનની ભક્તિ થઈ શકે તથા પોતાના ધર્મનું પાલન થઈ શકે તેવા દેશને વિષે સુખે નિવાસ કરવો. (૨૦૪)

One should happily reside in a country where one can worship Bhagwan and observe one’s dharma. (204)

205

विद्याधनादिकं प्राप्तुं देशान्तरं गतेऽपि च।

सत्सङ्गमादरात् तत्र कुर्यान्नियमपालनम्॥२०५॥

વિદ્યા, ધન આદિની પ્રાપ્તિ માટે દેશાંતરમાં જાય ત્યારે ત્યાં પણ આદરથી સત્સંગ કરવો અને નિયમોનું પાલન કરવું. (૨૦૫)

A person who migrates elsewhere for educational, economic or other gains should continue to reverently practice satsang and observe niyams. (205)

206

यद्देशे हि स्ववासः स्यात् तद्देशनियमाश्च ये।

सर्वथा पालनीयास्ते तत्प्रशासनसंमताः॥२०६॥

જે દેશમાં પોતે રહેતા હોય તે દેશના પ્રશાસનને સંમત નિયમોનું સર્વ રીતે પાલન કરવું. (૨૦૬)

In the country one resides, one should observe the prescribed laws of that country in every way. (206)

207

संजाते देशकालादेर्वैपरीत्ये तु धैर्यतः।

अन्तर्भजेत सानन्दम् अक्षरपुरुषोत्तमम्॥२०७॥

જ્યારે દેશકાળાદિનું વિપરીતપણું થઈ આવે ત્યારે ધીરજ રાખી અક્ષરપુરુષોત્તમ મહારાજનું આનંદ સાથે અંતરમાં ભજન કરવું. (૨૦૭)

During adverse times, one should keep patience and joyously worship Akshar-Purushottam Maharaj within. (207)

208

आपत्काले तु सम्प्राप्ते स्वीयवासस्थले तदा।

तं देशं हि परित्यज्य स्थेयं देशान्तरे सुखम्॥२०८॥

પોતે જે સ્થાનમાં રહેતા હોય તે સ્થળે આપત્કાળ આવી પડે ત્યારે તે દેશનો ત્યાગ કરી અન્ય દેશને વિષે સુખે નિવાસ કરવો. (૨૦૮)

If unfavorable circumstances arise where one lives, one should leave that place and live happily elsewhere. (208)

209

कार्यं बालैश्च बालाभिर्बाल्याद् विद्याऽभिप्रापणम्।

दुराचारः कुसङ्गश्च त्याज्यानि व्यसनानि च॥२०९॥

નાના બાળકો તથા બાલિકાઓએ બાળપણથી જ વિદ્યા પ્રાપ્ત કરવી. દુરાચાર, કુસંગ અને વ્યસનોનો ત્યાગ કરવો. (૨૦૯)

Young boys and girls should acquire education from childhood. They should avoid inappropriate behaviour, bad company and addictions. (209)

210

उत्साहाद् आदरात् कुर्यात् स्वाऽभ्यासं स्थिरचेतसा।

व्यर्थतां न नयेत्कालं विद्यार्थी व्यर्थकर्मसु॥२१०॥

વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિર ચિત્તે, ઉત્સાહથી અને આદર થકી કરવો. સમયને વ્યર્થ કર્મોમાં બગાડવો નહીં. (૨૧૦)

Students should study with concentration, enthusiasm and respect. They should not waste their time in useless activities. (210)

SHLOKAS

Type: Keywords Exact phrase