॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

281

त्यागाऽऽश्रमेच्छुना दीक्षा ग्राह्या ब्रह्माऽक्षराद् गुरोः।

ब्रह्मचर्यं सदा सर्वैः पाल्यं त्यागिभिरष्टधा॥२८१॥

ત્યાગાશ્રમ ગ્રહણ કરવાની ઇચ્છા હોય તેમણે અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરવી. સર્વે ત્યાગીઓએ સદા અષ્ટપ્રકારે બ્રહ્મચર્ય પાળવું. (૨૮૧)

Those who wish to join the sadhu āshram should receive initiation from the Aksharbrahman guru. All sadhus should always observe eight-fold brahmacharya. (281)

282

धनं तु त्यागिभिस्त्याज्यं रक्ष्यं स्वीयतया न च।

स्पृश्यं नैवाऽपि वित्तं च त्यागिभिस्तु कदाचन॥२८२॥

ત્યાગીઓએ ધનનો ત્યાગ કરવો અને પોતાનું કરીને રાખવું નહીં. ધનનો સ્પર્શ પણ ન જ કરવો. (૨૮૨)

Renunciants should renounce money and should not keep it as their own. They should not even touch money. (282)

283

त्यागिभिः प्रीतिवृद्ध्यर्थम् अक्षरपुरुषोत्तमे।

निष्कामत्वं सदा धार्यं निर्लोभत्वं सदैव च॥२८३॥

ત્યાગીઓએ અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે પ્રીતિ વધારવા સારુ સદા નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું તથા ત્યાગીના અન્ય ગુણો ધારણ કરવા. (૨૮૩-૨૮૪)

To increase their love for Akshar-Purushottam Maharaj, renunciants should always imbibe the virtues of nishkām, nirlobh, nissvād, nissneh, nirmān, and the other ascetic qualities. (283–284)

284

निःस्वादत्वं सदा धार्यं निःस्नेहत्वं तथैव च।

निर्मानत्वं सदा धार्यम् अन्ये च त्यागिनो गुणाः॥२८४॥

ત્યાગીઓએ અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે પ્રીતિ વધારવા સારુ સદા નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું તથા ત્યાગીના અન્ય ગુણો ધારણ કરવા. (૨૮૩-૨૮૪)

To increase their love for Akshar- Purushottam Maharaj, renunciants should always imbibe the virtues of nishkām, nirlobh, nissvād, nissneh, nirmān, and the other ascetic qualities. (283–284)

285

स्वाऽऽत्मब्रह्मैकतां प्राप्य स्वामिनारायणो हरिः।

सर्वदा भजनीयो हि त्यागिभिर्दिव्यभावतः॥२८५॥

ત્યાગીઓએ પોતાના આત્માની બ્રહ્મ સંગાથે એકતા પ્રાપ્ત કરીને દિવ્યભાવે સદાય સ્વામિનારાયણ ભગવાનને ભજવા. (૨૮૫)

Renunciants should identify their ātmā with Brahman and always offer devotion to Swaminarayan Bhagwan with divyabhāv. (285)

286

त्यागो न केवलं त्यागस्त्यागो भक्तिमयस्त्वयम्।

परित्यागो ह्ययं प्राप्तुम् अक्षरपुरुषोत्तमम्॥२८६॥

ત્યાગ એ કેવળ ત્યાગ જ નથી પરંતુ આ ત્યાગ તો ભક્તિમય છે. આ ત્યાગ અક્ષરપુરુષોત્તમ મહારાજને પામવા માટે છે. (૨૮૬)

Renunciation is not merely self-denial; it is also endowed with devotion. Such renunciation is for attaining Akshar-Purushottam Maharaj. (286)

287

आज्ञोपासनसिद्धान्ताः सर्वजीवहितावहाः।

दुःखविनाशका एते परमसुखदायकाः॥२८७॥

આજ્ઞા-ઉપાસના સંબંધી આ સિદ્ધાંતો સર્વજીવહિતાવહ છે, દુઃખવિનાશક છે અને પરમસુખદાયક છે. (૨૮૭)

These principles of āgnā and upāsanā are beneficial to all; they destroy misery and bestow utmost bliss. (287)

288

एतच्छास्त्रानुसारेण यः प्रीत्या श्रद्धया जनः।

आज्ञोपासनयोर्दार्ढ्यं प्रकुर्यात् स्वस्य जीवने॥२८८॥

આ શાસ્ત્રને અનુસરીને જે જન શ્રદ્ધા અને પ્રીતિથી પોતાના જીવનમાં આજ્ઞા-ઉપાસનાની દૃઢતા કરે, તે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી તેમની કૃપાનું પાત્ર થાય છે. શાસ્ત્રોમાં કહેલ બ્રાહ્મી સ્થિતિને તે જીવતાં છતાં જ પ્રાપ્ત કરે છે. એકાંતિક ધર્મ સિદ્ધ કરે છે. ભગવાનના શાશ્વત, દિવ્ય એવા અક્ષરધામને પામે છે, આત્યંતિક મુક્તિ મેળવે છે અને સુખ પ્રાપ્ત કરે છે. (૨૮૮-૨૯૦)

Those who faithfully and lovingly strengthen āgnā and upāsanā in their life according to this shastra earn the pleasure of Bhagwan and become a recipient of his grace. While living, they attain the brāhmi sthiti described in the shastras. They master ekāntik dharma. They attain the eternal and divine Akshardham of Bhagwan, ultimate moksha and bliss. (288–290)

289

हरेः प्रसन्नतां प्राप्य तत्कृपाभाजनो भवेत्।

जीवन्नेव स्थितिं ब्राह्मीं शास्त्रोक्तामाप्नुयात् स च॥२८९॥

આ શાસ્ત્રને અનુસરીને જે જન શ્રદ્ધા અને પ્રીતિથી પોતાના જીવનમાં આજ્ઞા-ઉપાસનાની દૃઢતા કરે, તે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી તેમની કૃપાનું પાત્ર થાય છે. શાસ્ત્રોમાં કહેલ બ્રાહ્મી સ્થિતિને તે જીવતાં છતાં જ પ્રાપ્ત કરે છે. એકાંતિક ધર્મ સિદ્ધ કરે છે. ભગવાનના શાશ્વત, દિવ્ય એવા અક્ષરધામને પામે છે, આત્યંતિક મુક્તિ મેળવે છે અને સુખ પ્રાપ્ત કરે છે. (૨૮૮-૨૯૦)

Those who faithfully and lovingly strengthen āgnā and upāsanā in their life according to this shastra earn the pleasure of Bhagwan and become a recipient of his grace. While living, they attain the brāhmi sthiti described in the shastras. They master ekāntik dharma. They attain the eternal and divine Akshardham of Bhagwan, ultimate moksha and bliss. (288–290)

290

धर्मैकान्तिकसंसिद्धिम् आप्नुते दिव्यमक्षरम्।

शाश्वतं भगवद्धाम मुक्तिमात्यन्तिकीं सुखम्॥२९०॥

આ શાસ્ત્રને અનુસરીને જે જન શ્રદ્ધા અને પ્રીતિથી પોતાના જીવનમાં આજ્ઞા-ઉપાસનાની દૃઢતા કરે, તે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી તેમની કૃપાનું પાત્ર થાય છે. શાસ્ત્રોમાં કહેલ બ્રાહ્મી સ્થિતિને તે જીવતાં છતાં જ પ્રાપ્ત કરે છે. એકાંતિક ધર્મ સિદ્ધ કરે છે. ભગવાનના શાશ્વત, દિવ્ય એવા અક્ષરધામને પામે છે, આત્યંતિક મુક્તિ મેળવે છે અને સુખ પ્રાપ્ત કરે છે. (૨૮૮-૨૯૦)

Those who faithfully and lovingly strengthen āgnā and upāsanā in their life according to this shastra earn the pleasure of Bhagwan and become a recipient of his grace. While living, they attain the brāhmi sthiti described in the shastras. They master ekāntik dharma. They attain the eternal and divine Akshardham of Bhagwan, ultimate moksha and bliss. (288–290)

SHLOKAS

Type: Keywords Exact phrase