॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

46

नूनं नङ्क्ष्यन्ति मे विघ्नाः पापदोषाश्च दुर्गुणाः।

नूनं प्राप्स्याम्यहं शान्तिमानन्दं परमं सुखम्॥४६॥

GUJ

મારાં વિઘ્નો, પાપ, દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે. હું અવશ્ય શાંતિ, પરમ આનંદ અને સુખ પામીશ. (૪૬)

ENG

My hindrances, sins, flaws and bad qualities will certainly be destroyed. I will surely attain peace, supreme bliss and happiness. (46)

47

यतो मां मिलितः साक्षाद् अक्षरपुरुषोत्तमः।

निश्चयेन तरिष्यामि दुःखजातं हि तद्‌बलात्॥४७॥

GUJ

કારણ કે મને સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ મળ્યા છે. તેમના બળે હું જરૂર દુઃખને તરી જઈશ. (૪૭)

ENG

This is because I have attained the manifest form of Akshar-Purushottam Maharaj. With his strength, I will surely overcome misery. (47)

48

विचार्यैवं बलं रक्षेद् नाऽऽश्रितो निर्बलो भवेत्।

आनन्दितो भवेन्नित्यं भगवद्‌बलवैभवात्॥४८॥

GUJ

આ રીતે વિચારનું બળ રાખી આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ન હારે અને ભગવાનના બળે આનંદમાં રહે. (૪૮)

ENG

With the strength of such thoughts, a devotee who has taken refuge never loses courage and remains joyous due to the strength of Bhagwan. (48)

49

ष्ठीवनं मलमूत्रादिविसर्जनं स्थलेषु च।

शास्त्रलोकनिषिद्धेषु न कर्तव्यं कदाचन॥४९॥

GUJ

શાસ્ત્રમાં તથા લોકમાં નિષેધ કર્યો હોય તેવાં સ્થાનોને વિષે ક્યારેય થૂંકવું નહીં તથા મળ-મૂત્રાદિ ન કરવું. (૪૯)

ENG

One should never spit, urinate or defecate in places prohibited by the shastras and society. (49)

50

शुद्धिः सर्वविधा पाल्या बाह्या चाऽऽभ्यन्तरा सदा।

शुद्धिप्रियः प्रसीदेच्च शुद्धिमति जने हरिः॥५०॥

GUJ

બાહ્ય અને આંતરિક એમ સર્વ પ્રકારની શુદ્ધિનું પાલન કરવું. શ્રીહરિને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધિવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય છે. (૫૦)

ENG

One should observe all forms of external and internal purity. Shri Hari8 loves purity and is pleased with those who are pure. (50)

8. ‘Shri Hari’ is another name for Bhagwan Swaminarayan.

SHLOKAS
Type: