॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

51

सत्सङ्गिभिः प्रबोद्धव्यं पूर्वं सूर्योदयात् सदा।

ततः स्नानादिकं कृत्वा धर्तव्यं शुद्धवस्त्रकम्॥५१॥

સત્સંગીઓએ સદા સૂર્ય ઊગ્યા પૂર્વે જાગવું. ત્યાર બાદ સ્નાનાદિક કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવાં. (૫૧)

Satsangis should always wake up before sunrise. After bathing and other morning routines, they should put on clean clothes. (51)

52

पूर्वस्यामुत्तरस्यां वा दिशि कृत्वा मुखं ततः।

शुद्धाऽऽसनोपविष्टः सन् नित्यपूजां समाचरेत्॥५२॥

ત્યાર બાદ પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખી, શુદ્ધ આસન ઉપર બેસી નિત્યપૂજા કરવી. (૫૨)

Thereafter, one should sit on a clean āsan and perform personal daily puja facing east or north. (52)

53

प्रभुपूजोपयुक्तेन चन्दनेनोर्ध्वपुण्ड्रकम्।

भाले हि तिलकं कुर्यात् कुङ्कुमेन च चन्द्रकम्॥५३॥

સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં તથા ગુરુનું સ્મરણ કરતાં કરતાં ભાલને વિષે ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલ ચંદન વડે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને કુંકુમ વડે ચાંદલો કરવો તથા છાતી અને બંને ભુજાઓ પર ચંદનથી તિલક-ચાંદલો કરવો. (૫૩-૫૪)

While chanting the Swaminarayan mantra and remembering the guru, apply a U-shaped tilak made from chandan that has been sanctified by having been offered to Bhagwan and a kumkum chandlo to the forehead. One should also apply a tilak-chandlo of chandan to the chest and both arms. (53–54)

54

उरसि हस्तयोश्चन्द्रं तिलकं चन्दनेन च।

स्वामिनारायणं मन्त्रं जपन् कुर्याद् गुरुं स्मरन्॥५४॥

સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં તથા ગુરુનું સ્મરણ કરતાં કરતાં ભાલને વિષે ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલ ચંદન વડે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને કુંકુમ વડે ચાંદલો કરવો તથા છાતી અને બંને ભુજાઓ પર ચંદનથી તિલક-ચાંદલો કરવો. (૫૩-૫૪)

While chanting the Swaminarayan mantra and remembering the guru, apply a U-shaped tilak made from chandan that has been sanctified by having been offered to Bhagwan and a kumkum chandlo to the forehead. One should also apply a tilak-chandlo of chandan to the chest and both arms. (53–54)

55

केवलं चन्द्रकः स्त्रीभिः कर्तव्यस्तिलकं नहि।

कुङ्कुमद्रव्यतो भाले स्मरन्तीभिर्हरिं गुरुम्॥५५॥

સ્ત્રીઓએ ભગવાન તથા ગુરુનું સ્મરણ કરતાં ભાલને વિષે કેવળ કુંકુમનો ચાંદલો કરવો. તિલક ન કરવું. (૫૫)

While remembering Bhagwan and the guru, women should imprint only a kumkum chandlo to their foreheads. They should not apply a tilak. (55)

56

ततः पूजाऽधिकाराय भक्तः सत्सङ्गमाश्रितः।

कुर्यादात्मविचारं च प्रतापं चिन्तयन् हरेः॥५६॥

ત્યાર બાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતવન કરતાં કરતાં આત્મવિચાર કરવો. પ્રસન્ન ચિત્તે અને ભક્તિભાવપૂર્વક ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ’ એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું. પોતાના આત્માને વિષે અક્ષરબ્રહ્મની વિભાવના કરવી અને શાંત થઈ, એકાગ્ર ચિત્તે માનસી પૂજા કરવી. (પ૬-૫૮)

Thereafter, to gain the privilege to perform puja, a devotee who has taken the refuge of satsang should meditate on their ātmā while contemplating upon the glory of Bhagwan. The sacred mantra ‘Aksharam-aham Purushottam-dāso’smi’ should be recited with joy and devotion. One should identify one’s ātmā with Aksharbrahman and perform mānsi puja with a calm and focused mind. (56–58)

57

अक्षरमहमित्येवं भक्त्या प्रसन्नचेतसा।

पुरुषोत्तमदासोऽस्मि मन्त्रमेतं वदेच्छुचिम्॥५७॥

ત્યાર બાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતવન કરતાં કરતાં આત્મવિચાર કરવો. પ્રસન્ન ચિત્તે અને ભક્તિભાવપૂર્વક ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ’ એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું. પોતાના આત્માને વિષે અક્ષરબ્રહ્મની વિભાવના કરવી અને શાંત થઈ, એકાગ્ર ચિત્તે માનસી પૂજા કરવી. (પ૬-૫૮)

Thereafter, to gain the privilege to perform puja, a devotee who has taken the refuge of satsang should meditate on their ātmā while contemplating upon the glory of Bhagwan. The sacred mantra ‘Aksharam-aham Purushottam-dāso’smi’ should be recited with joy and devotion. One should identify one’s ātmā with Aksharbrahman and perform mānsi puja with a calm and focused mind. (56–58)

58

अक्षरब्रह्मरूपत्वं स्वस्याऽऽत्मनि विभावयेत्।

कुर्याच्च मानसीं पूजां शान्त एकाग्रचेतसा॥५८॥

ત્યાર બાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતવન કરતાં કરતાં આત્મવિચાર કરવો. પ્રસન્ન ચિત્તે અને ભક્તિભાવપૂર્વક ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ’ એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું. પોતાના આત્માને વિષે અક્ષરબ્રહ્મની વિભાવના કરવી અને શાંત થઈ, એકાગ્ર ચિત્તે માનસી પૂજા કરવી. (પ૬-૫૮)

મંત્ર ઉપર લખ્યા પ્રમાણે જ બોલવો. મંત્રનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે: અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું.

Thereafter, to gain the privilege to perform puja, a devotee who has taken the refuge of satsang should meditate on their ātmā while contemplating upon the glory of Bhagwan. The sacred mantra ‘Aksharam-aham Purushottam-dāso’smi’9 should be recited with joy and devotion. One should identify one’s ātmā with Aksharbrahman and perform mānsi puja with a calm and focused mind. (56–58)

9. This mantra should be recited as written. The meaning of this mantra is as follows: “I am akshar, a servant of Purushottam.”

59

हरिर्ब्रह्मगुरुश्चैव भवतो मोक्षदायकौ।

तयोरेव हि कर्तव्यं ध्यानं मानसपूजनम्॥५९॥

ભગવાન અને બ્રહ્મસ્વરૂપ ગુરુ જ મોક્ષદાતા છે. તેમનાં જ ધ્યાન તથા માનસી પૂજા કરવાં. (૫૯)

Only Bhagwan and the Brahmaswarup guru can bestow moksha. Therefore, one should only meditate upon them and perform their mānsi puja. (59)

60

स्थापयेच्चित्रमूर्तीश्च शुचिवस्त्रोपरि ततः।

दर्शनं स्याद् यथा सम्यक् तथा हि भक्तिभावतः॥६०॥

ત્યાર બાદ પવિત્ર વસ્ત્ર ઉપર ચિત્રપ્રતિમાઓનું સારી રીતે દર્શન થાય તેમ ભક્તિભાવપૂર્વક સ્થાપન કરવું. (૬૦)

Thereafter, devoutly place the pictorial murtis on a clean cloth in a way that one can easily do their darshan. (60)

SHLOKAS

Type: Keywords Exact phrase