॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

51

सत्सङ्गिभिः प्रबोद्धव्यं पूर्वं सूर्योदयात् सदा।

ततः स्नानादिकं कृत्वा धर्तव्यं शुद्धवस्त्रकम्॥५१॥

GUJ

સત્સંગીઓએ સદા સૂર્ય ઊગ્યા પૂર્વે જાગવું. ત્યાર બાદ સ્નાનાદિક કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવાં. (૫૧)

ENG

Satsangis should always wake up before sunrise. After bathing and other morning routines, they should put on clean clothes. (51)

52

पूर्वस्यामुत्तरस्यां वा दिशि कृत्वा मुखं ततः।

शुद्धाऽऽसनोपविष्टः सन् नित्यपूजां समाचरेत्॥५२॥

GUJ

ત્યાર બાદ પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખી, શુદ્ધ આસન ઉપર બેસી નિત્યપૂજા કરવી. (૫૨)

ENG

Thereafter, one should sit on a clean āsan and perform personal daily puja facing east or north. (52)

53

प्रभुपूजोपयुक्तेन चन्दनेनोर्ध्वपुण्ड्रकम्।

भाले हि तिलकं कुर्यात् कुङ्कुमेन च चन्द्रकम्॥५३॥

GUJ

સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં તથા ગુરુનું સ્મરણ કરતાં કરતાં ભાલને વિષે ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલ ચંદન વડે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને કુંકુમ વડે ચાંદલો કરવો તથા છાતી અને બંને ભુજાઓ પર ચંદનથી તિલક-ચાંદલો કરવો. (૫૩-૫૪)

ENG

While chanting the Swaminarayan mantra and remembering the guru, apply a U-shaped tilak made from chandan that has been sanctified by having been offered to Bhagwan and a kumkum chandlo to the forehead. One should also apply a tilak-chandlo of chandan to the chest and both arms. (53–54)

54

उरसि हस्तयोश्चन्द्रं तिलकं चन्दनेन च।

स्वामिनारायणं मन्त्रं जपन् कुर्याद् गुरुं स्मरन्॥५४॥

GUJ

સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં તથા ગુરુનું સ્મરણ કરતાં કરતાં ભાલને વિષે ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલ ચંદન વડે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને કુંકુમ વડે ચાંદલો કરવો તથા છાતી અને બંને ભુજાઓ પર ચંદનથી તિલક-ચાંદલો કરવો. (૫૩-૫૪)

ENG

While chanting the Swaminarayan mantra and remembering the guru, apply a U-shaped tilak made from chandan that has been sanctified by having been offered to Bhagwan and a kumkum chandlo to the forehead. One should also apply a tilak-chandlo of chandan to the chest and both arms. (53–54)

55

केवलं चन्द्रकः स्त्रीभिः कर्तव्यस्तिलकं नहि।

कुङ्कुमद्रव्यतो भाले स्मरन्तीभिर्हरिं गुरुम्॥५५॥

GUJ

સ્ત્રીઓએ ભગવાન તથા ગુરુનું સ્મરણ કરતાં ભાલને વિષે કેવળ કુંકુમનો ચાંદલો કરવો. તિલક ન કરવું. (૫૫)

ENG

While remembering Bhagwan and the guru, women should imprint only a kumkum chandlo to their foreheads. They should not apply a tilak. (55)

SHLOKAS
Type: