॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

71

दिव्यभावेन भक्त्या च तदनु प्रार्थयेज्जपन्।

स्वामिनारायणं मन्त्रं शुभसङ्कल्पपूर्तये॥७१॥

ત્યાર બાદ સ્વામિનારાયણ મંત્રનો જપ કરતાં શુભ સંકલ્પોની પૂર્તિ માટે દિવ્યભાવ અને ભક્તિએ સહિત પ્રાર્થના (ધૂન) કરવી. (૭૧)

Then, to fulfil one’s noble wishes, one should pray with divyabhāv and devotion while chanting the Swaminarayan mantra (dhun). (71)

72

भक्तितः पूजयित्वैवम् अक्षरपुरुषोत्तमम्।

पुनरागममन्त्रेण प्रस्थापयेन्निजात्मनि॥७२॥

આ રીતે ભક્તિભાવે પૂજા કરીને પુનરાગમન મંત્રથી અક્ષરપુરુષોત્તમ મહારાજને પોતાના આત્માને વિષે પધરાવવા. (૭૨)

After devoutly performing puja in this way, one should re-install Akshar-Purushottam Maharaj within one’s ātmā by reciting the Punaragaman Mantra.12 (72)

12. ‘Punaragaman Mantra’ refers to the verse recited to conclude one’s puja.

73

पुनरागमनमन्त्रश्चैवंविधः

भक्त्यैव दिव्यभावेन पूजा ते समनुष्ठिता।

गच्छाऽथ त्वं मदात्मानम् अक्षरपुरुषोत्तम॥७३॥

પુનરાગમન મંત્ર આ પ્રમાણે છે:

ભક્ત્યૈવ દિવ્યભાવેન પૂજા તે સમનુષ્ઠિતા।

ગચ્છાથ ત્વં મદાત્માનમ્ અક્ષરપુરુષોત્તમ॥ (૭૩)

મંત્ર ઉપર લખ્યા પ્રમાણે જ બોલવો. મંત્રનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે: હે અક્ષરબ્રહ્મ સહિત બિરાજમાન પુરુષોત્તમ નારાયણ! આપની પૂજા ભક્તિભાવથી અને દિવ્યભાવથી જ મેં સંપન્ન કરી છે. હવે આપ મારા આત્માને વિષે વિરાજિત થાઓ.

The Punaragaman Mantra is as follows:

Bhaktyaiva divya-bhāvena pujā te sam-anushthitā,

Gachchhā’tha tvam mad-ātmānam Akshara-Purushottama.13 (73)

13. This mantra should be recited as written. The meaning of this mantra is as follows: “O Purushottam Narayan together with Aksharbrahman! I have performed your puja with devotion and divyabhāv. Now, please reside within my ātmā.”

74

ततः सत्सङ्गदार्ढ्याय शास्त्रं पठ्यं च प्रत्यहम्।

आदेशाश्चोपदेशाश्च यत्र सन्ति हरेर्गुरोः॥७४॥

ત્યાર બાદ સત્સંગની દૃઢતા માટે જેમાં શ્રીહરિ તથા ગુરુના ઉપદેશો અને આદેશો સમાયા હોય તેવા શાસ્ત્રનું રોજ વાંચન કરવું. (૭૪)

To strengthen one’s satsang, one should then daily read shastras that encompass the teachings and instructions of Shri Hari and the gurus. (74)

75

तदनु प्रणमेद् भक्तान् आदरान्नम्रभावतः।

एवं पूजां समाप्यैव कुर्यात् स्वव्यावहारिकम्॥७५॥

ત્યાર બાદ આદર અને નમ્રભાવે ભક્તોને પ્રણામ કરવા. આ રીતે પૂજા કરીને પછી જ પોતાના વ્યવહારનું કાર્ય કરવું. (૭૫)

Thereafter, one should bow to devotees with reverence and humility. Only after performing puja in this way should one engage in one’s daily activities. (75)

76

भोज्यं नैव न पेयं वा विना पूजां जलादिकम्।

प्रवासगमने चाऽपि पूजां नैव परित्यजेत्॥७६॥

પૂજા કર્યા વિના જમવું નહીં ને પાણી વગેરે પણ ન પીવું. પ્રવાસે ગયા હોઈએ તો પણ પૂજાનો ત્યાગ ન કરવો. (૭૬)

One should not eat food or even drink water or other liquids without performing puja. One should not give up one’s puja even during outings. (76)

77

वार्धक्येन च रोगाद्यैरन्याऽऽपद्धेतुना तथा।

पूजार्थम् असमर्थश्चेत् तदाऽन्यैः कारयेत् स ताम्॥७७॥

વૃદ્ધાવસ્થા, રોગાદિ તથા અન્ય આપત્તિને લીધે પોતે પૂજા કરવા અસમર્થ હોય તેણે અન્ય પાસે તે પૂજા કરાવવી. (૭૭)

If one is incapable of doing puja because of old age, illness or other difficulties, one should have one’s puja performed by another. (77)

78

स्वीयपूजा स्वतन्त्रा तु सर्वै रक्ष्या गृहे पृथक्।

जन्मनो दिवसादेव पूजा ग्राह्या स्वसंततेः॥७८॥

ઘરમાં પ્રત્યેક સત્સંગીએ પોતાની સ્વતંત્ર પૂજા રાખવી. વળી પુત્ર કે પુત્રીનો જન્મ થાય તે દિવસથી જ સંતાન માટે પૂજા લઈ લેવી. (૭૮)

Every satsangi in a household should keep their own separate puja. Moreover, one should acquire a puja for a child on the same day that he or she is born. (78)

79

भक्तिप्रार्थनसत्सङ्गहेतुना प्रतिवासरम्।

सुन्दरं मन्दिरं स्थाप्यं सर्वैः सत्सङ्गिभिर्गृहे॥७९॥

નિત્ય પ્રત્યે ભક્તિ, પ્રાર્થના તથા સત્સંગ માટે સર્વે સત્સંગીઓએ ઘરમાં સુંદર મંદિર સ્થાપવું. તેમાં ભક્તિભાવે વિધિવત્ અક્ષર-પુરુષોત્તમ તથા પરંપરામાં આવેલ ગુણાતીત ગુરુઓ પધરાવવા. (૭૯-૮૦)

All satsangis should place a beautiful mandir within their homes where they can daily offer devotion, pray and practice satsang. Within the mandir, one should devoutly and ceremonially consecrate the murtis of Akshar-Purushottam and the Gunatit gurus of the tradition. (79–80)

80

प्रस्थाप्यौ विधिवत् तस्मिन्नक्षरपुरुषोत्तमौ।

गुरवश्च गुणातीता भक्त्या परम्परागताः॥८०॥

નિત્ય પ્રત્યે ભક્તિ, પ્રાર્થના તથા સત્સંગ માટે સર્વે સત્સંગીઓએ ઘરમાં સુંદર મંદિર સ્થાપવું. તેમાં ભક્તિભાવે વિધિવત્ અક્ષર-પુરુષોત્તમ તથા પરંપરામાં આવેલ ગુણાતીત ગુરુઓ પધરાવવા. (૭૯-૮૦)

All satsangis should place a beautiful mandir within their homes where they can daily offer devotion, pray and practice satsang. Within the mandir, one should devoutly and ceremonially consecrate the murtis of Akshar-Purushottam and the Gunatit gurus of the tradition. (79–80)

SHLOKAS

Type: Keywords Exact phrase