॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

96

स्वामिनारायणः साक्षादक्षराधिपतिर्हरिः।

परमात्मा परब्रह्म भगवान् पुरुषोत्तमः॥ ९६॥

GUJ

અક્ષરાધિપતિ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ હરિ છે. (૯૬)

ENG

Swaminarayan Bhagwan, the sovereign of Akshar, is the manifest form of Paramatma Parabrahman Purushottam Hari. (96)

97

स एकः परमोपास्य इष्टदेवो हि नः सदा।

तस्यैव सर्वदा भक्तिः कर्तव्याऽनन्यभावतः॥ ९७॥

GUJ

એ એક જ આપણા સદા પરમ ઉપાસ્ય ઇષ્ટદેવ છે. તેમની જ અનન્ય ભાવે સદા ભક્તિ કરવી. (૯૭)

ENG

He alone is forever our ishtadev worthy of supreme upāsanā. One should always offer singular devotion to him only. (97)

98

साक्षाद् ब्रह्माऽक्षरं स्वामी गुणातीतः सनातनम्।

तस्य परम्पराऽद्याऽपि ब्रह्माऽक्षरस्य राजते॥ ९८॥

GUJ

ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત્ સનાતન અક્ષરબ્રહ્મ છે. એ અક્ષરબ્રહ્મની પરંપરા આજે પણ વિરાજમાન છે. (૯૮)

ENG

Gunatitanand Swami is the manifest form of the eternal Aksharbrahman. This Aksharbrahman paramparā is manifest even today. (98)

99

गुणातीतसमारब्ध-परम्पराप्रतिष्ठितः।

प्रकटाऽक्षरब्रह्मैकः संप्रदायेऽस्ति नो गुरुः॥ ९९॥

GUJ

સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીથી આરંભાયેલ ગુરુપરંપરામાં આવેલ પ્રગટ અક્ષરબ્રહ્મ એ એક જ આપણા ગુરુ છે. (૯૯)

ENG

In the Sampraday’s tradition of gurus that began with Gunatitanand Swami, only the present form of Aksharbrahman is our guru. (99)

100

एक एवेष्टदेवो नः एक एव गुरुस्तथा।

एकश्चैवाऽपि सिद्धान्त एवं नः एकता सदा॥ १००॥

GUJ

આપણા ઇષ્ટદેવ એક જ છે, ગુરુ એક જ છે અને સિદ્ધાંત પણ એક જ છે એમ આપણી સદા એકતા છે. (૧૦૦)

ENG

Our ishtadev is the same, our guru is the same and our siddhānt is also the same – thus, we are always united. (100)