॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

11

शास्त्रेऽस्मिञ्ज्ञापिता स्पष्टम् आज्ञोपासनपद्धतिः।

परमात्म-परब्रह्म-सहजानन्द-दर्शिता॥११॥

આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણાવી છે. (૧૧)

The methods of āgnā and upāsanā revealed by Parabrahman Sahajanand Paramatma are clearly expressed in this shastra. (11)

12

सत्सङ्गाऽधिकृतः सर्वे सर्वे सुखाऽधिकारिणः।

सर्वेऽर्हा ब्रह्मविद्यायां नार्यश्चैव नरास्तथा॥१२॥

પુરુષો તથા સ્ત્રીઓ સર્વે સત્સંગના અધિકારી છે, સર્વે સુખના અધિકારી છે અને સર્વે બ્રહ્મવિદ્યાના અધિકારી છે. (૧૨)

All males and females are entitled to satsang, all are entitled to happiness and all are entitled to brahmavidyā. (12)

13

नैव न्यूनाधिकत्वं स्यात् सत्सङ्गे लिङ्गभेदतः।

स्वस्वमर्यादया सर्वे भक्त्या मुक्तिं समाप्नुयुः॥१३॥

સત્સંગમાં લિંગભેદથી ન્યૂનાધિકપણું ન જ સમજવું. બધા પોતપોતાની મર્યાદામાં રહી ભક્તિ વડે મુક્તિને પામી શકે છે. (૧૩)

In Satsang, superiority or inferiority should never be understood to be based on gender. All can attain moksha through devotion while observing the dharma prescribed for them. (13)

14

सर्ववर्णगताः सर्वा नार्यः सर्वे नरास्तथा।

सत्सङ्गे ब्रह्मविद्यायां मोक्षे सदाऽधिकारिणः॥१४॥

સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મવિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિકભાવ ન કરવો. સર્વ જનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત-જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો. (૧૪-૧૬)

All men and women of all castes are forever entitled to satsang, brahmavidyā and moksha. Do not attribute notions of superiority and inferiority based on varna. All persons should shun their ego based on their caste and serve one another. No one is superior and no one is inferior by birth. Therefore, one should not quarrel based on caste or class and should joyfully practice satsang. (14–16)

15

न न्यूनाऽधिकता कार्या वर्णाऽऽधारेण कर्हिचित्।

त्यक्त्वा स्ववर्णमानं च सेवा कार्या मिथः समैः॥१५॥

સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મવિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિકભાવ ન કરવો. સર્વ જનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત-જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો. (૧૪-૧૬)

All men and women of all castes are forever entitled to satsang, brahmavidyā and moksha. Do not attribute notions of superiority and inferiority based on varna. All persons should shun their ego based on their caste and serve one another. No one is superior and no one is inferior by birth. Therefore, one should not quarrel based on caste or class and should joyfully practice satsang. (14–16)

SHLOKAS

Type: Keywords Exact phrase