॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

116

निजाऽऽत्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणम्।

विभाव्योपासनं कार्यं सदैव परब्रह्मणः॥११६॥

ત્રણ દેહથી વિલક્ષણ એવા પોતાના આત્માને વિષે બ્રહ્મરૂપની વિભાવના કરી સદૈવ પરબ્રહ્મની ઉપાસના કરવી. (૧૧૬)

Identify one’s ātmā, which is distinct from the three bodies, as brahmarup and always offer upāsanā to Parabrahman. (116)

117

अक्षराधिपतेर्भक्तिं सधर्मामाचरेत् सदा।

धर्मेण रहितां नैव भक्तिं कुर्यात् कदाचन॥११७॥

અક્ષરાધિપતિ પરમાત્માની ભક્તિ સદા ધર્મે સહિત કરવી. ક્યારેય ધર્મે રહિત ભક્તિ ન કરવી. (૧૧૭)

One should offer devotion to Paramatma, the sovereign of Akshar, while always upholding dharma. One should never perform bhakti without dharma. (117)

118

भक्तिं वा ज्ञानमालम्ब्य नैवाऽधर्मं चरेज्जनः।

अपि पर्वविशेषं वाऽऽलम्ब्य नाऽधर्ममाचरेत्॥११८॥

ભક્તિનું કે જ્ઞાનનું આલંબન લઈને કે કોઈ પર્વનું આલંબન લઈને પણ મનુષ્યએ અધર્મનું આચરણ ન કરવું. (૧૧૮)

One should not behave immorally even under the pretext of devotion, wisdom or festivals. (118)

119

भङ्गासुरादिपानं वा द्यूतादिक्रीडनं तथा।

गालिदानादिकं नैव पर्वस्वपि समाचरेत्॥११९॥

પર્વને વિષે પણ ભાંગ, દારૂ વગેરેનું પાન કરવું, જુગાર વગેરે રમવું, ગાળો બોલવી ઇત્યાદિ ન કરવું. (૧૧૯)

Even during festivities, one should abstain from bhang, alcohol and other such substances, as well as gambling, swearing and other such activities. (119)

120

परस्माद् ब्रह्मणोऽन्यस्मिन्नक्षराद् ब्रह्मणस्तथा।

प्रीत्यभावो हि वैराग्यम् अङ्गं भक्तेः सहायकम्॥१२०॥

પરબ્રહ્મ તથા અક્ષરબ્રહ્મ સિવાય અન્યત્ર પ્રીતિ ન હોવી તે વૈરાગ્ય છે. તે ભક્તિનું સહાયક અંગ છે. (૧૨૦)

Vairāgya is to not have love for anything or anyone other than Parabrahman and Aksharbrahman. It serves to support bhakti. (120)

SHLOKAS

Type: Keywords Exact phrase