॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

131

दृश्यो न मानुषो भावो भगवति तथा गुरौ।

मायापरौ यतो दिव्यावक्षरपुरुषोत्तमौ॥१३१॥

ભગવાન તથા ગુરુને વિષે મનુષ્યભાવ ન જોવો. કારણ કે અક્ષર અને પુરુષોત્તમ બંને માયાથી પર છે, દિવ્ય છે. (૧૩૧)

One should not perceive human traits in Bhagwan or the guru, since both Akshar and Purushottam are beyond māyā and divine. (131)

132

विश्वासः सुदृढीकार्यो भगवति तथा गुरौ।

निर्बलत्वं परित्याज्यं धार्यं धैर्यं हरेर्बलम्॥१३२॥

ભગવાન તથા ગુરુને વિષે વિશ્વાસ દૃઢ કરવો, નિર્બળતાનો ત્યાગ કરવો, ધીરજ રાખવી તથા ભગવાનનું બળ રાખવું. (૧૩૨)

One should develop firm faith in Bhagwan and the guru, renounce feebleness, have patience and derive strength from Bhagwan. (132)

133

कार्यं लीलाचरित्राणां स्वामिनारायणप्रभोः।

श्रवणं कथनं पाठो मननं निदिध्यासनम्॥१३३॥

સ્વામિનારાયણ ભગવાનનાં લીલાચરિત્રોનું શ્રવણ, કથન, વાંચન, મનન તથા નિદિધ્યાસન કરવું. (૧૩૩)

One should listen to, recite, read, reflect upon and repeatedly recall the incidents of Swaminarayan Bhagwan. (133)

134

प्रसङ्गः परया प्रीत्या ब्रह्माऽक्षरगुरोः सदा।

कर्तव्यो दिव्यभावेन प्रत्यक्षस्य मुमुक्षुभिः॥१३४॥

મુમુક્ષુઓએ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો પ્રસંગ સદા પરમ પ્રીતિ અને દિવ્યભાવથી કરવો. (૧૩૪)

Mumukshus should always associate with the manifest Aksharbrahman guru with supreme love and divyabhāv. (134)

135

ब्रह्माऽक्षरे गुरौ प्रीतिर्दृढैवाऽस्ति हि साधनम्।

ब्रह्मस्थितेः परिप्राप्तेः साक्षात्कारस्य च प्रभोः॥१३५॥

અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુને વિષે દૃઢ પ્રીતિ એ જ બ્રાહ્મી સ્થિતિ તથા ભગવાનના સાક્ષાત્કારને પામવાનું સાધન છે. (૧૩૫)

Intense affection for the Aksharbrahman guru is the only means to attaining the brāhmic state and realizing Bhagwan. (135)

SHLOKAS

Type: Keywords Exact phrase