॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

206

यद्देशे हि स्ववासः स्यात् तद्देशनियमाश्च ये।

सर्वथा पालनीयास्ते तत्प्रशासनसंमताः॥२०६॥

જે દેશમાં પોતે રહેતા હોય તે દેશના પ્રશાસનને સંમત નિયમોનું સર્વ રીતે પાલન કરવું. (૨૦૬)

In the country one resides, one should observe the prescribed laws of that country in every way. (206)

207

संजाते देशकालादेर्वैपरीत्ये तु धैर्यतः।

अन्तर्भजेत सानन्दम् अक्षरपुरुषोत्तमम्॥२०७॥

જ્યારે દેશકાળાદિનું વિપરીતપણું થઈ આવે ત્યારે ધીરજ રાખી અક્ષરપુરુષોત્તમ મહારાજનું આનંદ સાથે અંતરમાં ભજન કરવું. (૨૦૭)

During adverse times, one should keep patience and joyously worship Akshar-Purushottam Maharaj within. (207)

208

आपत्काले तु सम्प्राप्ते स्वीयवासस्थले तदा।

तं देशं हि परित्यज्य स्थेयं देशान्तरे सुखम्॥२०८॥

પોતે જે સ્થાનમાં રહેતા હોય તે સ્થળે આપત્કાળ આવી પડે ત્યારે તે દેશનો ત્યાગ કરી અન્ય દેશને વિષે સુખે નિવાસ કરવો. (૨૦૮)

If unfavorable circumstances arise where one lives, one should leave that place and live happily elsewhere. (208)

209

कार्यं बालैश्च बालाभिर्बाल्याद् विद्याऽभिप्रापणम्।

दुराचारः कुसङ्गश्च त्याज्यानि व्यसनानि च॥२०९॥

નાના બાળકો તથા બાલિકાઓએ બાળપણથી જ વિદ્યા પ્રાપ્ત કરવી. દુરાચાર, કુસંગ અને વ્યસનોનો ત્યાગ કરવો. (૨૦૯)

Young boys and girls should acquire education from childhood. They should avoid inappropriate behaviour, bad company and addictions. (209)

210

उत्साहाद् आदरात् कुर्यात् स्वाऽभ्यासं स्थिरचेतसा।

व्यर्थतां न नयेत्कालं विद्यार्थी व्यर्थकर्मसु॥२१०॥

વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિર ચિત્તે, ઉત્સાહથી અને આદર થકી કરવો. સમયને વ્યર્થ કર્મોમાં બગાડવો નહીં. (૨૧૦)

Students should study with concentration, enthusiasm and respect. They should not waste their time in useless activities. (210)

SHLOKAS

Type: Keywords Exact phrase