॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

211

बाल्यादेव दृढीकुर्यात् सेवाविनम्रतादिकम्।

निर्बलतां भयं चाऽपि नैव गच्छेत् कदाचन॥२११॥

બાળપણથી જ સેવા, વિનમ્રતા વગેરે દૃઢ કરવાં. ક્યારેય નિર્બળ ન થવું અને ભય ન પામવો. (૨૧૧)

From childhood, one should strengthen the virtues of sevā, humility and other virtues. One should never lose courage or be fearful. (211)

212

बाल्यादेव हि सत्सङ्गं कुर्याद् भक्तिं च प्रार्थनाम्।

कार्या प्रतिदिनं पूजा पित्रोः पञ्चाङ्गवन्दना॥२१२॥

બાળપણથી જ સત્સંગ, ભક્તિ અને પ્રાર્થના કરવાં. પ્રતિદિન પૂજા કરવી તથા માતા-પિતાને પંચાંગ પ્રણામ કરવા. (૨૧૨)

From childhood, one should practice satsang, offer devotion and pray. One should daily perform puja and offer panchāng pranāms to one’s mother and father. (212)

213

विशेषसंयमः पाल्यः कौमार्ये यौवने तथा।

अयोग्यस्पर्शदृश्याद्यास्त्याज्याः शक्तिविनाशकाः॥२१३॥

કુમાર તથા યુવાન અવસ્થામાં વિશેષ સંયમ પાળવો. શક્તિનો નાશ કરે એવા અયોગ્ય સ્પર્શ, દૃશ્ય વગેરેનો ત્યાગ કરવો. (૨૧૩)

During adolescence and early adulthood, one should exercise greater self-control and refrain from improper physical contact, sights and other activities that destroy one’s energies [physical, mental and spiritual]. (213)

214

सत्फलोन्नायकं कुर्याद् उचितमेव साहसम्।

न कुर्यात् केवलं यद्धि स्वमनोलोकरञ्जकम्॥२१४॥

સારા ફળને આપે તેવું, ઉન્નતિ કરે તેવું અને ઉચિત હોય તેવું જ સાહસ કરવું. જે કેવળ પોતાના મનનું અને લોકોનું રંજન કરે તેવું સાહસ ન કરવું. (૨૧૪)

One should only undertake ventures that are appropriate and lead to good outcomes and development. However, one should not engage in ventures that merely entertain one’s mind or gratify others. (214)

215

नियतोद्यमकर्तव्ये नाऽऽलस्यम् आप्नुयात् क्वचित्।

श्रद्धां प्रीतिं हरौ कुर्यात् पूजां सत्सङ्गमन्वहम्॥२१५॥

પોતાને અવશ્ય કરવાના ઉદ્યમને વિષે ક્યારેય આળસ ન કરવી. ભગવાનને વિષે શ્રદ્ધા અને પ્રીતિ કરવી. પ્રતિદિન પૂજા કરવી અને સત્સંગ કરવો. (૨૧૫)

One should never be lazy in undertaking one’s important tasks. One should have faith in and love towards Bhagwan. One should daily perform puja and do satsang. (215)

SHLOKAS

Type: Keywords Exact phrase