॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

246

हरेर्गुरोर्विशिष्टानां प्रसङ्गानां दिनेषु च।

सत्सङ्गिभिर्यथाशक्ति कार्याः पर्वोत्सवा जनैः॥२४६॥

સત્સંગી જનોએ શ્રીહરિ તથા ગુરુના વિશિષ્ટ પ્રસંગોને દિવસે યથાશક્તિ પર્વોત્સવો કરવાં. (૨૪૬)

According to their means, satsangis should celebrate festivals to commemorate the special days related to Shri Hari and the gurus. (246)

247

सवाद्यं कीर्तनं कार्यं पर्वोत्सवेषु भक्तितः।

महिम्नश्च कथावार्ता करणीया विशेषतः॥२४७॥

પર્વોત્સવોને વિષે ભક્તિએ કરીને સવાદ્ય કીર્તન કરવું અને વિશેષ કરીને મહિમાની વાતો કરવી. (૨૪૭)

During festivals, satsangis should devoutly sing kirtans to the accompaniment of instruments and especially discourse on the glory [of God and guru]. (247)

248

चैत्रशुक्लनवम्यां हि कार्यं श्रीरामपूजनम्।

कृष्णाऽष्टम्यां तु कर्तव्यं श्रावणे कृष्णपूजनम्॥२४८॥

ચૈત્ર સુદ નોમને દિવસે રામચંદ્ર ભગવાનનું પૂજન કરવું. શ્રાવણ વદ આઠમને દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. (૨૪૮)

On the day of Chaitra sud 9, one should offer pujan to Ramchandra Bhagwan. On the day of Shravan vad 8, one should offer pujan to Krishna Bhagwan. (248)

249

शिवरात्रौ हि कर्तव्यं पूजनं शङ्करस्य च।

गणेशं भाद्रशुक्लायां चतुर्थ्यां पूजयेत् तथा॥२४९॥

શિવરાત્રિને વિષે શંકર ભગવાનનું પૂજન કરવું. ભાદરવા સુદ ચોથને દિવસે ગણપતિનું પૂજન કરવું. (૨૪૯)

On Shivratri, one should offer pujan to Shankar Bhagwan. On Bhadarva sud 4, one should offer pujan to Ganpati. (249)

250

मारुतिम् आश्विने कृष्ण-चतुर्दश्यां हि पूजयेत्।

मार्गे मन्दिरसंप्राप्तौ तद्देवं प्रणमेद् हृदा॥२५०॥

આસો વદ ચૌદશને દિવસ હનુમાનજીનું પૂજન કરવું. માર્ગે જતાં કોઈ મંદિર આવે તો તે દેવને ભાવથી પ્રણામ કરવા. (૨૫૦)

On Aso vad 14, one should offer pujan to Hanumanji. One should devoutly bow to the deities of any mandir that one comes across. (250)

SHLOKAS

Type: Keywords Exact phrase