॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

251

विष्णुश्च शङ्करश्चैव पार्वती च गजाननः।

दिनकरश्च पञ्चैता मान्याः पूज्या हि देवताः॥२५१॥

વિષ્ણુ, શંકર, પાર્વતી, ગણપતિ તથા સૂર્ય એ પાંચ દેવતા પૂજ્યપણે માનવા. (૨૫૧)

Vishnu, Shankar, Parvati, Ganpati and Surya – these five deities should be revered. (251)

252

परिरक्षेद् दृढां निष्ठाम् अक्षरपुरुषोत्तमे।

तथाऽपि नैव कर्तव्यं देवताऽन्तरनिन्दनम्॥२५२॥

અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે દૃઢ નિષ્ઠા રાખવી. તેમ છતાં કોઈ પણ અન્ય દેવોની નિંદા ન કરવી. (૨૫૨)

One should have firm conviction in Akshar-Purushottam Maharaj. However, one should not disrespect any other deity. (252)

253

धर्मा वा संप्रदाया वा येऽन्ये तदनुयायिनः।

न ते द्वेष्या न ते निन्द्या आदर्तव्याश्च सर्वदा॥२५३॥

અન્ય ધર્મો, સંપ્રદાયો કે તેમના અનુયાયીઓને વિષે દ્વેષ ન કરવો. તેમની નિંદા ન કરવી. તેમને સદા આદર આપવો. (૨૫૩)

One should not have contempt for other religions, sampradāys or their followers. One should never criticize them and should always treat them with respect. (253)

254

मन्दिराणि च शास्त्राणि सन्तस्तथा कदाचन।

न निन्द्यास्ते हि सत्कार्या यथाशक्ति यथोचितम्॥२५४॥

મંદિરો, શાસ્ત્રો અને સંતોની ક્યારેય નિંદા ન કરવી. પોતાની શક્તિ પ્રમાણે તેમનો યથોચિત સત્કાર કરવો. (૨૫૪)

One should never disrespect mandirs, shastras or sadhus. One should honour them appropriately according to one’s capacity. (254)

255

संयमनोपवासादि यद्यत्तपः समाचरेत्।

प्रसादाय हरेस्तत्तु भक्त्यर्थमेव केवलम्॥२५५॥

સંયમ, ઉપવાસ ઇત્યાદિ જે જે તપનું આચરણ કરવું તે તો કેવળ ભગવાનને રાજી કરવા તથા ભક્તિ માટે જ કરવું. (૨૫૫)

Whichever acts of self-control, fasts and other austerities are undertaken, they should be performed only as bhakti and with the intent to solely please Bhagwan. (255)

SHLOKAS

Type: Keywords Exact phrase