॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

256

एकादश्या व्रतं नित्यं कर्तव्यं परमादरात्।

तद्दिने नैव भोक्तव्यं निषिद्धं वस्तु कर्हिचित्॥२५६॥

એકાદશીનું વ્રત સદાય પરમ આદર થકી કરવું. તે દિવસે નિષિદ્ધ વસ્તુ ક્યારેય ન જમવી. (૨૫૬)

One should always observe the ekādashi fast with utmost reverence. On this day, prohibited items should never be consumed. (256)

257

उपवासे दिवानिद्रां प्रयत्नतः परित्यजेत्।

दिवसनिद्रया नश्येद् उपवासात्मकं तपः॥२५७॥

ઉપવાસને વિષે દિવસની નિદ્રાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. દિવસે લીધેલી નિદ્રાથી ઉપવાસરૂપી તપ નાશ પામે છે. (૨૫૭)

While fasting, one should endeavor to give up sleep during daytime. Sleeping during daytime destroys the merits earned by the austerity of fasting. (257)

258

स्वामिनारायणेनेह स्वयं यद्धि प्रसादितम्।

गुरुभिश्चाऽक्षरब्रह्म-स्वरूपैर्यत् प्रसादितम्॥२५८॥

ભગવાન સ્વામિનારાયણે પોતે જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુઓએ જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, તે સ્થાનોની યાત્રા કરવાની ઇચ્છા હોય તેણે પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે કરવી. (૨૫૮-૨૫૯)

If one desires to go on a pilgrimage to the places sanctified by Bhagwan Swaminarayan or the Aksharbrahman gurus, one should do so according to one’s means and preferences. (258–259)

259

तेषां स्थानविशेषाणां यात्रां कर्तुं य इच्छति।

तद्यात्रां स जनः कुर्याद् यथाशक्ति यथारुचि॥२५९॥

ભગવાન સ્વામિનારાયણે પોતે જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુઓએ જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, તે સ્થાનોની યાત્રા કરવાની ઇચ્છા હોય તેણે પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે કરવી. (૨૫૮-૨૫૯)

If one desires to go on a pilgrimage to the places sanctified by Bhagwan Swaminarayan or the Aksharbrahman gurus, one should do so according to one’s means and preferences. (258–259)

260

अयोध्यां मथुरां काशीं केदारं बदरीं व्रजेत्।

रामेश्वरादि तीर्थं च यथाशक्ति यथारुचि॥२६०॥

અયોધ્યા, મથુરા, કાશી, કેદારનાથ, બદરીનાથ તથા રામેશ્વર ઇત્યાદિ તીર્થોની યાત્રાએ પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે જવું. (૨૬૦)

One may go on a pilgrimage to Ayodhya, Mathura, Kashi, Kedarnath, Badrinath, Rameshwar and other sacred places according to one’s means and preferences. (260)

SHLOKAS