॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

26

सर्वं दुर्व्यसनं त्याज्यं सर्वैः सत्सङ्गिभिः सदा।

अनेकरोगदुःखानां कारणं व्यसनं यतः॥२६॥

સર્વ સત્સંગીઓએ સર્વે દુર્વ્યસનોનો સદાય ત્યાગ કરવો. કારણ કે વ્યસન અનેક રોગોનું તથા દુઃખોનું કારણ બને છે. (૨૬)

All satsangis should always renounce all harmful addictions, as addictions cause numerous illnesses and miseries. (26)

27

सुराभङ्गातमालादि यद् यद् भवेद्धि मादकम्।

तद् भक्षयेत् पिबेन्नैव धूम्रपानमपि त्यजेत्॥२७॥

સુરા, ભાંગ તથા તમાકુ ઇત્યાદિ જે જે પદાર્થો માદક હોય તે ક્યારેય ખાવા કે પીવા નહીં તથા ધૂમ્રપાનનો પણ ત્યાગ કરવો. (૨૭)

One should never consume intoxicating substances, such as alcohol, bhang and tobacco. One should also refrain from smoking. (27)

28

परित्याज्यं सदा द्यूतं सर्वैः सर्वप्रकारकम्।

त्यक्तव्यो व्यभिचारश्च नारीभिः पुरुषैस्तथा॥२८॥

સર્વે સ્ત્રી તથા પુરુષોએ સર્વ પ્રકારના જુગારનો તથા વ્યભિચારનો ત્યાગ કરવો. (૨૮)

All women and men should never engage in any form of gambling or adultery. (28)

29

मांसं मत्स्यं तथाऽण्डानि भक्षयेयुर्न कर्हिचित्।

पलाण्डुं लशुनं हिङ्गु न च सत्सङ्गिनो जनाः॥२९॥

સત્સંગી જનોએ ક્યારેય માંસ, માછલી, ઈંડાં તથા ડુંગળી, લસણ, હિંગ ન ખાવાં. (૨૯)

Satsangis should never eat meat, fish, eggs, onions, garlic or hing. (29)

30

पातव्यं गालितं पेयं जलं दुग्धादिकं तथा।

खाद्यं पानमशुद्धं यद् गृह्णीयाद् वस्तु तन्नहि॥३०॥

પાણી તથા દૂધ ઇત્યાદિ પેય પદાર્થો ગાળેલા ગ્રહણ કરવા. જે ખાદ્ય વસ્તુ તથા પીણાં અશુદ્ધ હોય તે ક્યારેય ગ્રહણ ન કરવાં. (૩૦)

One should consume water, milk and other drinkable items [only] after they have been filtered. Food items and beverages that are forbidden should never be consumed. (30)

SHLOKAS

Type: Keywords Exact phrase