॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

261

मर्यादा पालनीयैव सर्वैर्मन्दिरमागतैः।

नार्यो नैव नरैः स्पृश्या नारीभिश्च नरास्तथा॥२६१॥

મંદિરમાં આવેલ સૌ કોઈએ મર્યાદાનું પાલન અવશ્ય કરવું. મંદિરને વિષે આવેલ પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. (૨૬૧)

After arriving at the mandir, all should certainly follow its disciplines. Males should not touch females and females should not touch males. (261)

262

नियममनुसृत्यैव सत्सङ्गस्य तु मन्दिरे।

वस्त्राणि परिधेयानि स्त्रीभिः पुम्भिश्च सर्वदा॥२६२॥

સ્ત્રીઓ તથા પુરુષોએ હંમેશાં સત્સંગના નિયમ અનુસાર મંદિરને વિષે વસ્ત્રો પહેરવાં. (૨૬૨)

At the mandir, males and females should always dress according to the norms of satsang. (262)

263

गच्छेद् यदा दर्शनार्थं भक्तजनो हरेर्गुरोः।

रिक्तेन पाणिना नैव गच्छेत् तदा कदाचन॥२६३॥

ભક્તજને ભગવાન કે ગુરુનાં દર્શને ક્યારેય ખાલી હાથે ન જવું. (૨૬૩)

A devotee should never go empty-handed for the darshan of Bhagwan or the guru. (263)

264

आदित्यचन्द्रयोर्ग्राह-काले सत्सङ्गिभिः समैः।

परित्यज्य क्रियाः सर्वाः कर्तव्यं भजनं हरेः॥२६४॥

સર્વે સત્સંગીઓએ સૂર્ય કે ચન્દ્રના ગ્રહણ કાળે સર્વ ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું. તે સમયે નિદ્રા તથા ભોજનનો ત્યાગ કરીને એક સ્થળે બેસીને ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ભગવત્કીર્તનાદિ કરવું. (૨૬૪-૨૬૫)

During a solar or lunar eclipse, all satsangis should discontinue all activities and engage in Bhagwan’s bhajan. During that time, one should not sleep or eat, but sit in one place to sing kirtans dedicated to Bhagwan and undertake other forms of devotion until the eclipse is over. (264– 265)

265

निद्रां च भोजनं त्यक्त्वा तदैकत्रोपविश्य च।

कर्तव्यं ग्राहमुक्त्यन्तं भगवत्कीर्तनादिकम्॥२६५॥

સર્વે સત્સંગીઓએ સૂર્ય કે ચન્દ્રના ગ્રહણ કાળે સર્વ ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું. તે સમયે નિદ્રા તથા ભોજનનો ત્યાગ કરીને એક સ્થળે બેસીને ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ભગવત્કીર્તનાદિ કરવું. (૨૬૪-૨૬૫)

During a solar or lunar eclipse, all satsangis should discontinue all activities and engage in Bhagwan’s bhajan. During that time, one should not sleep or eat, but sit in one place to sing kirtans dedicated to Bhagwan and undertake other forms of devotion until the eclipse is over. (264– 265)

SHLOKAS

Type: Keywords Exact phrase