॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

276

शुभाऽशुभप्रसङ्गेषु महिमसहितं जनः।

पवित्रां सहजानन्द-नामावलिं पठेत् तथा॥२७६॥

શુભ તથા અશુભ પ્રસંગોને વિષે મહિમાએ સહિત પવિત્ર સહજાનંદ નામાવલીનો પાઠ કરવો. (૨૭૬)

On auspicious and inauspicious occasions, one should recite the sacred ‘Sahajanand Namavali’ while understanding its glory. (276)

277

कालो वा कर्म वा माया प्रभवेन्नैव कर्हिचित्।

अनिष्टकरणे नूनं सत्सङ्गाऽऽश्रयशालिनाम्॥२७७॥

જેઓને સત્સંગનો આશ્રય થયો છે તેમનું કાળ, કર્મ કે માયા ક્યારેય અનિષ્ટ કરવા સમર્થ થતાં જ નથી. (૨૭૭)

Kāl, karma and māyā can never harm those who have taken refuge in satsang. (277)

278

अयोग्यविषयाश्चैवम् अयोग्यव्यसनानि च।

आशङ्काः संपरित्याज्याः सत्सङ्गमाश्रितैः सदा॥२७८॥

સત્સંગીઓએ અયોગ્ય વિષયો, વ્યસનો તથા વહેમનો સદાય ત્યાગ કરવો. (૨૭૮)

Satsangis should always renounce inappropriate indulgence in the sense pleasures, addictions and superstitions. (278)

279

नैव मन्येत कर्तृत्वं कालकर्मादिकस्य तु।

मन्येत सर्वकर्तारम् अक्षरपुरुषोत्तमम्॥२७९॥

કાળ, કર્મ આદિનું કર્તાપણું ન માનવું. અક્ષરપુરુષોત્તમ મહારાજને સર્વકર્તા માનવા. (૨૭૯)

Do not believe kāl, karma and other factors to be the doers. One should realize Akshar-Purushottam Maharaj as the all-doer. (279)

280

विपत्तिषु धरेद्धैर्यं प्रार्थनं यत्नमाचरेत्।

भजेत दृढविश्वासम् अक्षरपुरुषोत्तमे॥२८०॥

વિપત્તિ આવે ત્યારે ધીરજ રાખવી, પ્રાર્થના કરવી, પ્રયત્ન કરવો અને અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે દૃઢ વિશ્વાસ રાખવો. (૨૮૦)

In difficult times, one should remain patient, offer prayers, persevere and keep firm faith in Akshar-Purushottam Maharaj. (280)

SHLOKAS

Type: Keywords Exact phrase