॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

41

आत्मघातोऽपि हिंसैव न कार्योऽतः कदाचन।

पतनगलबन्धाद्यैर्विषभक्षादिभिस्तथा॥४१॥

આત્મહત્યા કરવી તે પણ હિંસા જ છે. આથી પડતું મૂકવું, ગળે ટૂંપો ખાવો, ઝેર ખાવું ઇત્યાદિ કોઈ રીતે આત્મહત્યા ક્યારેય ન કરવી. (૪૧)

Suicide is also a form of violence. Therefore, never commit suicide by falling from heights, hanging oneself, consuming poison or any other means. (41)

42

दुःखलज्जाभयक्रोध-रोगाद्यापत्तिकारणात्।

धर्माऽर्थमपि कश्चिद्धि हन्यान्न स्वं न वा परम्॥४२॥

દુઃખ, લજ્જા, ભય, ક્રોધ તથા રોગ ઇત્યાદિ આપત્તિને કારણે, કે પછી ધર્મને અર્થે પણ કોઈએ પોતાની કે અન્યની હત્યા ન કરવી. (૪૨)

No one should kill oneself or others out of grief, shame, fear, anger or due to illness and other adversities, not even for the sake of dharma. (42)

43

तीर्थेऽपि नैव कर्तव्य आत्मघातो मुमुक्षुभिः।

नैवाऽपि मोक्षपुण्याप्तिभावात् कार्यः स तत्र च॥४३॥

મુમુક્ષુએ તીર્થને વિષે પણ આત્મહત્યા ન જ કરવી. મોક્ષ કે પુણ્ય પામવાની ભાવનાથી પણ તીર્થને વિષે આપઘાત ન જ કરવો. (૪૩)

A mumukshu should never commit suicide even at a place of pilgrimage. One should never commit suicide at pilgrimage places even with the hope of attaining moksha or merits. (43)

44

भगवान् सर्वकर्ताऽस्ति दयालुः सर्वरक्षकः।

स एव नाशकः सर्व-सङ्कटानां सदा मम॥४४॥

ભગવાન સર્વકર્તા છે, દયાળુ છે, સર્વનું રક્ષણ કરનારા છે અને એ જ સદા મારાં સર્વે સંકટોના ટાળનારા છે. (૪૪)

Bhagwan is the all-doer, compassionate and the protector of all; at all times, he alone is the resolver of all my adversities. (44)

45

भगवान् कुरुते यद्धि हितार्थमेव तत्सदा।

प्रारब्धं मे तदिच्छैव स एव तारको मम॥४५॥

ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઇચ્છા એ જ મારું પ્રારબ્ધ છે. તેઓ જ મારા તારક છે. (૪૫)

Whatever Bhagwan does is always beneficial. His wish alone is my prārabdh. He alone is my liberator. (45)

SHLOKAS

Type: Keywords Exact phrase