॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

61

मध्ये तु स्थापयेत्तत्र ह्यक्षरपुरुषोत्तमौ।

स्वामिनं हि गुणातीतं महाराजं च तत्परम्॥६१॥

તેમાં મધ્યમાં અક્ષર તથા પુરુષોત્તમની મૂર્તિ પધરાવવી એટલે કે ગુણાતીતાનંદ સ્વામી તથા તેમનાથી પર એવા મહારાજને પધરાવવા. (૬૧)

In the center, one should arrange the murtis of Akshar and Purushottam, that is, Gunatitanand Swami and the one who transcends him, [Shriji] Maharaj. (61)

62

प्रमुखस्वामिपर्यन्तं प्रत्येकगुरुमूर्तयः।

प्रस्थाप्याः सेवितानां च प्रत्यक्षं मूर्तयः स्वयम्॥६२॥

ત્યાર બાદ પ્રમુખસ્વામી મહારાજ પર્યંત પ્રત્યેક ગુરુઓની મૂર્તિઓ પધરાવવી તથા પોતે પ્રત્યક્ષ સેવ્યા હોય તે ગુરુઓની મૂર્તિઓ પધરાવવી. (૬૨)

One should then place the murtis of each guru up to Pramukh Swami Maharaj and the murtis of the gurus whom one has personally served. (62)

63

आह्वानश्लोकमुच्चार्य हरिं च गुरुमाह्वयेत्।

हस्तौ बद्ध्वा नमस्कारं कुर्याद्धि दासभावतः॥६३॥

ત્યાર બાદ આહ્વાન શ્લોક બોલીને મહારાજ તથા ગુરુઓનું આહ્વાન કરવું. બે હાથ જોડી દાસભાવે નમસ્કાર કરવા. (૬૩)

Thereafter, one should invite [Shriji] Maharaj and the gurus by reciting the Ahvan Mantra.10 One should bow with folded hands and with dāsbhāv. (63)

10. The Ahvan Mantra is a verse recited to invite Bhagwan into one’s puja.

64

आह्वानमन्त्रश्चैवंविधः

उत्तिष्ठ सहजानन्द श्रीहरे पुरुषोत्तम।

गुणातीताऽक्षर ब्रह्मन्नुत्तिष्ठ कृपया गुरो॥६४॥

આહ્વાન મંત્ર આ પ્રમાણે છે:

ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રીહરે પુરુષોત્તમ।

ગુણાતીતાક્ષર બ્રહ્મન્ ઉત્તિષ્ઠ કૃપયા ગુરો॥

આગમ્યતાં હિ પૂજાર્થમ્ આગમ્યતાં મદાત્મતઃ।

સાન્નિધ્યાદ્ દર્શનાદ્ દિવ્યાત્ સૌભાગ્યં વર્ધતે મમ॥ (૬૪-૬૫)

The Ahvan Mantra is as follows:

Uttishtha Sahajānanda Shri-Hare Purushottama;

Gunātitā’kshara brahmann-uttishtha krupayā guro.

Āgamyatām hi pujārtham āgamyatām mad-ātmataha;

Sānnidhyād darshanād divyāt saubhāgyam vardhate mama. (64–65)

65

आगम्यतां हि पूजार्थम् आगम्यतां मदात्मतः।

सान्निध्याद् दर्शनाद् दिव्यात् सौभाग्यं वर्धते मम॥६५॥

આહ્વાન મંત્ર આ પ્રમાણે છે:

ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રીહરે પુરુષોત્તમ।

ગુણાતીતાક્ષર બ્રહ્મન્ ઉત્તિષ્ઠ કૃપયા ગુરો॥

આગમ્યતાં હિ પૂજાર્થમ્ આગમ્યતાં મદાત્મતઃ।

સાન્નિધ્યાદ્ દર્શનાદ્ દિવ્યાત્ સૌભાગ્યં વર્ધતે મમ॥ (૬૪-૬૫)

મંત્ર ઉપર લખ્યા પ્રમાણે જ બોલવો. મંત્રનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે: હે સહજાનંદ શ્રીહરિ! હે પુરુષોત્તમ! કૃપા કરીને ઉઠો. હે અક્ષરબ્રહ્મ ગુણાતીત ગુરુ! કૃપા કરીને ઉઠો. મારી પૂજા સ્વીકારવા માટે મારા આત્મામાંથી પધારો. આપના દિવ્ય સાંનિધ્ય અને દર્શનથી મારું સૌભાગ્ય વધે છે.

The Ahvan Mantra is as follows:

Uttishtha Sahajānanda Shri-Hare Purushottama;

Gunātitā’kshara brahmann-uttishtha krupayā guro.

Āgamyatām hi pujārtham āgamyatām mad-ātmataha;

Sānnidhyād darshanād divyāt saubhāgyam vardhate mama.11 (64–65)

11. This mantra should be recited as written. The meaning of this mantra is as follows: “O Sahajanand Shri Hari! O Purushottam! O Aksharbrahman Gunatit gurus! Please shower compassion [upon me] and awaken. Please come forth from my ātmā, to accept my puja. I become more blessed due to your divine presence and darshan.”

SHLOKAS

Type: Keywords Exact phrase