॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

86

संभूय प्रत्यहं कार्या गृहसभा गृहस्थितैः।

कर्तव्यं भजनं गोष्ठिः शास्त्रपाठादि तत्र च॥८६॥

ઘરના સભ્યોએ ભેગા થઈ રોજ ઘરસભા કરવી અને તેમાં ભજન, ગોષ્ઠિ તથા શાસ્ત્રોનું વાંચન ઇત્યાદિ કરવું. (૮૬)

Family members should gather daily for ghar sabhā and engage in bhajan, discussions, scriptural reading and other devotional activities. (86)

87

शुद्धोपासनभक्तिं हि पोषयितुं च रक्षितुम्।

भक्तिं मन्दिरनिर्माणरूपां प्रावर्तयद्धरिः॥८७॥

શ્રીહરિએ શુદ્ધ ઉપાસના-ભક્તિનાં પોષણ અને રક્ષણ માટે મંદિર નિર્માણરૂપ ભક્તિનું પ્રવર્તન કર્યું. અને ભગવાનની જેમ જ તેમના ઉત્તમ ભક્ત એવા અક્ષરબ્રહ્મની ભગવાનની સાથે સેવા કરવા માટે આજ્ઞા કરી. (૮૭-૮૮)

Shri Hari inspired the creation of mandirs as a form of devotion to foster and protect pure upāsanā and bhakti. He instructed that, along with Bhagwan, one should also serve his supreme devotee, Aksharbrahman, in the very same manner that one serves Bhagwan. (87–88)

88

तथैवाऽऽज्ञापयामास सेवार्थं हरिणा सह।

तस्य चोत्तमभक्तस्य तस्येवैवाऽक्षरस्य च॥८८॥

શ્રીહરિએ શુદ્ધ ઉપાસના-ભક્તિનાં પોષણ અને રક્ષણ માટે મંદિર નિર્માણરૂપ ભક્તિનું પ્રવર્તન કર્યું. અને ભગવાનની જેમ જ તેમના ઉત્તમ ભક્ત એવા અક્ષરબ્રહ્મની ભગવાનની સાથે સેવા કરવા માટે આજ્ઞા કરી. (૮૭-૮૮)

Shri Hari inspired the creation of mandirs as a form of devotion to foster and protect pure upāsanā and bhakti. He instructed that, along with Bhagwan, one should also serve his supreme devotee, Aksharbrahman, in the very same manner that one serves Bhagwan. (87–88)

89

वर्तत उत्तमो भक्तो ब्रह्म भगवतोऽक्षरम्।

नित्यं मायापरं नित्यं हरिसेवारतं यतः॥८९॥

અક્ષરબ્રહ્મ ભગવાનના ઉત્તમ ભક્ત છે, કારણ કે તેઓ નિત્ય માયાપર છે અને નિત્ય ભગવાનની સેવામાં રમમાણ હોય છે. (૮૯)

Aksharbrahman is Bhagwan’s supreme devotee because he eternally transcends māyā and is forever engrossed in Bhagwan’s service. (89)

90

मन्दिराणां हि निर्माणं तदाज्ञामनुसृत्य च।

दिव्यानां क्रियते भक्त्या सर्वकल्याणहेतुना॥९०॥

તે આજ્ઞાને અનુસરીને સર્વનું કલ્યાણ થાય તે હેતુથી દિવ્ય મંદિરોનું નિર્માણ ભક્તિભાવથી કરવામાં આવે છે અને તેના મધ્યખંડમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની સાથે અક્ષરબ્રહ્મની મૂર્તિ પણ વિધિવત્ સ્થાપવામાં આવે છે. (૯૦-૯૧)

To fulfill this ordinance and to grant moksha all, divine mandirs are devoutly constructed and the murti of Aksharbrahman is also ceremoniously consecrated with Purushottam Bhagwan in the central shrines [of these mandirs]. (90–91)

SHLOKAS

Type: Keywords Exact phrase