૨૧. વૈરાગ્યની વાતો
ભગવાનનું માહાત્મ્ય જાણતો હોય તો પણ જો વૈરાગ્યનો વિચાર એને આવડતો હોય તો એ માહાત્મ્ય ટકે નહિ. અને વૈરાગ્યના વિચારે કરીને માયિક સર્વે પદાર્થની તુચ્છતા ને નાશવંતપણું જાણ્યું હોય તો એનું મન કોઈ પદાર્થમાં અટકે નહિ. અને એને માહાત્મ્ય, જ્ઞાન દૃઢ થાય. માટે ચાર પ્રકારના પ્રલયે કરીને વૈરાગ્યની દૃઢતા કરવી. ॥૪૧૬॥
વૈરાગ્ય ઉપજ્યાનો શો ઉપાય છે? ઉત્તર: જે શ્રીહરિનો મહિમા ને આત્મનિષ્ઠા એ બેની પક્વતામાંથી જે વૈરાગ્ય ઉપજે છે તેને જ્ઞાનાંશ થકી ઉપજ્યો કહેવાય છે. ને તેનો અસત્ દેશકાળાદિકે કરીને પણ નાશ થાતો નથી. ॥૪૧૭॥