text_decrease   text_increase

સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

૩૨. સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીકૃત ભગવાન શ્રી સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીનો મંત્ર

 

જ્યારે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત સત્સંગીઓને ધન, રાજ્ય કે શરીર સંબંધી ઉપદ્રવ આવી પડે ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે ક્ષુદ્રદેવનો જાપ ન કરવાની આજ્ઞા કરેલ છે છતાં તે કરી આજ્ઞાભંગ કરે છે. તેથી તેમના હિતાર્થે સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ ઇષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામીનો નીચે મુજબ મંત્ર બનાવેલ છે જેનો વિધિપૂર્વક જાપ કરવાથી સંકટો નષ્ટ થાય છે. તે મંત્ર:

 

ॐ ह्रौं ह्रँ ॐ श्रीं ठँ ह्रीं

पत्रे पत्रे देवानां

ॐ भूते द्वीपे ह्रीं

सौं गौं त्रीं

योग पीवात्मानं ह्रां

ह्रँ भगवते ग्लाँ

महाष्टयोगसिद्धिं मां

प्रदात्रे श्री सहजानंद

परमात्मने नमः

औं ठँ भँ एँ ह्राँ ञूँ ॐ

 

વિધિ નીચે પ્રમાણે છે:

(૧) મંત્રજાપનો આરંભ મંગળવારના દિવસે કરવો અને પંદર દિવસમાં દશ હજાર જાપ કરવા.

(૨) જાપ મંદિર અથવા પવિત્ર એકાન્ત જગ્યામાં બેસી ઘીનો દીવો અને સુગંધી ધૂપ સાથે કરવો.

(૩) જાપ કરનારે સ્ત્રીના હાથનું બનાવેલ ભોજન જમવું નહિ. બ્રાહ્મણના હાથનું અથવા પોતાને હાથે બનાવેલ ભોજન જમવું.

(૪) જાપ કરનારે ઉપવાસ કરવો એટલે દૂધ અથવા ફળાહાર લેવું અને અશક્ત હોય તેણે એકવાર ભોજન જમવું.

(૫) જાપ કરનારે સંસાર વ્યવહાર કાર્યનો, આળસનો, દિવસની નિદ્રાનો અને સ્ત્રી સંગનો ત્યાગ કરવો.

(૬) જાપ કરનારે કોઈ નિંદા કરવી કે સાંભળવી નહિ અને મંત્રમાં સંપૂર્ણ શ્રદ્ધા ને વિશ્વાસ રાખવાં.

પવિત્ર બ્રાહ્મણ પાસે આ જાપ કરાવી શકાય.