Nishkulanand Kavya

અવતાર ચિંતામણિ

ગ્રંથનો મહિમા

આપણા ઇષ્ટદેવ સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર અસંખ્ય અવતારો દ્વારા અનેક કાર્યો કર્યાં છે. તે અવતારકાર્ય અલગ-અલગ શાસ્ત્રોમાં આલેખાયાં છે. સદ્‌ગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ આ ‘અવતારચિંતામણિ’ નામના ગ્રંથમાં કુલ ૩૦ અવતારો તથા એકત્રીશમા સર્વાવતારી શ્રીહરિના અવતરણની ટૂંકમાં લીલા વર્ણવી છે. આ ગ્રંથની કુલ ૩૩ ચોપાઈ છે.

આ ગ્રંથ વડે સર્વોપરી શ્રીહરિએ અવતારો દ્વારા વાપરેલી સામર્થીને જાણવાથી ઇષ્ટદેવ શ્રીસ્વામિનારાયણ ભગવાનનો મહિમા વધે છે. તથા અવતારલીલાનું સ્મરણ થાય છે.

આદ્ય મધ્ય અંત્યે અવતાર, થયા અગણિત થાશે અપાર।

પણ સર્વેના કારણ જેહ, તે તો સ્વામી સહજાનંદ એહ॥ (૩૨)

આ ગ્રંથનું તાત્પર્ય શ્રી સ્વામિનારાયણ ભગવાન અવતાર નહિ પણ સર્વનું કારણ અવતારી જ છે એટલું જણાય છે.

diamond