ધીરજાખ્યાન

કડવું – ૪૯

એવા ધીરજવાળા જાણો જડભરતજી, હતા અતિ આપે અત્યંત સમર્થજી

સહ્યાં દુઃખ દેહે રહી ઉન્મત્તજી, કરે ઘર પર કામ તેમાં એક મતજી

મત1 રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે ॥

કોહ્યું2 કસાયું3 સડ્યું બગડ્યું, બળ્યું ઊતર્યું ખાઈ દિન નિર્ગમે ॥૨॥

ત્યારે ભ્રાતે કહ્યું જડભરતને, રાખો ખરી ખેતની ખબર ॥

ત્યારે જડભરતજી જઈ રહ્યા, ઊભા રાતમાં અડર ॥૩॥

અતિશે ભૂલી શુદ્ધ અંગની, વરતે છે અંતરે વરતિ ॥

આપાપર4 ભાવ નથી ભાસતો, એવી ખરી કરી છે મતિ ॥૪॥

મતિમાં રતી નવ રહ્યો, સુખ દુઃખ સંભવ વળી ॥

એવી રીતે જડભરતજી, સાચવે છે ખેતર ખળી5 ॥૫॥

ત્યાં તસ્કર નર આવીને, ઝાલી લઈ ગયા જડભરતને ॥

ઊભા રાખ્યા દેવી આગળ્યે, તેને મારવા તરતને ॥૬॥

ત્યારે ચોર કહે પછી ચડાવિયે, સારી પેઠે જમાડી સુખડી ॥

ત્યારે જડભરત જમિયા, તરત વળી તેહ ઘડી ॥૭॥

પછી તીખી તરવાર લઈ કરી, હાથ ઉપાડ્યો હણવા કાજ ॥

તે દેખી ન શકી દિલે દેવી,6 હાથ ઝાલી લીધો વાજોવાજ7 ॥૮॥

પછી લીધી કરવાલ કરથી, તેણે કાપ્યાં સર્વના શીશ ॥

પીધું લોહી ને ખાધું માંસને, ત્યારે ઊતરી દેવીને રીશ ॥૯॥

જોડી હાથ જડભરત આગળે, કરે અતિ વિનંતી તે વળી ॥

નિષ્કુળાનંદના નાથના વા’લા, તમને પીડ્યા પાપીએ મળી ॥૧૦॥

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...