હરિબળગીતા

કડવું – ૧૩

નિગમ કહે છે વારતા નકીજી, જૂઠી ન થાય તેહ કોઈ થકીજી ।

સર્વે પુરાણે પ્રમાણી પકીજી, તે છે જગ છતી નથી એહ ઢાંકીજી ॥૧॥

ઢાળ

ઢાંકી નથી એહ વારતા, છે પુરાણમાં પ્રસિદ્ધ ।

સાધન નરને ન મૂકવાં, રાખવાં ભલી વિધ ॥૨॥

વચન લઈ વા’લા તણું, કરવું પુરુષ-પ્રયતન ।

વચન વડે વડાઈ છે, તે જાણજો તમે જન ॥૩॥

વિધિ1 વામ2 વચને કરી,3 સરજે સંહારે સૃષ્ટિ સોય ।

શશી સૂરમાં સમર્થપણું, તેહ વચન વિના નો’ય ॥૪॥

અહીંદ્ર4 ઇંદ્ર આદિ કઈ, જગમાંહી મોટા જેહ ।

મોટપ તેહ મહારાજથી, પામ્યા છે સહુ કોઈ એહ ॥૫॥

મહિમા જાણી મહાપ્રભુનો, નથી લોપતા વચન લેશ ।

તેણે કરીને તેહની, રહી છે મોટાઈ હંમેશ ॥૬॥

ફેર પડ્યાનો ફડકો5 ઘણો, અતિ રહે છે ઉરમાંઈ ।

તેણે કરી તત્પર રે’ છે, સર્વે સમે સદાઈ ॥૭॥

એમ કરતાં અષ્ટમાં,6 એક બે જો અવળાં હોય ।

નિષ્કુળાનંદ નચિંત રહેવું, હરિ શરણાગતને સોય ॥૮॥ કડવું ॥૧૩॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧