હરિબળગીતા

કડવું – ૨૨

પત્નીનું પાલન કરે જેમ પતિજી, પ્રજાનું પાલન કરે છે ભૂપતિજી ।

સદગુરુ શિષ્યને આપે સદમતિજી, એહ રીત જાણો જુગોજુગ છતિજી1 ॥૧॥

ઢાળ

છતી છે એ છાની નથી, હોય જે જે જેના આશ્રિત ।

તે તેનું પાલન કરે, એહ અનાદિની રીત ॥૨॥

આવડત ન હોય જો એહમાં, તો કરે વા’લપશું વાત ।

હૈયે હેત અતિ ઘણું, દેખાડે દિન ને રાત ॥૩॥

જેમ પડે એને પાધરું,2 એમ અખંડ કરે ઉપાય ।

પોતાના જાણી પીડા હરે, કરે સેવકની સા’ય ॥૪॥

તેમ ઘનશ્યામ જાણી ઘરનાં, કરે મે’ર હરે મહાકષ્ટ ।

એહ વારતા વેદ પુરાણે, સૂચવે છે જો સુસ્પષ્ટ ॥૫॥

પોતાના જાણી નવ પરહરે,3 કરે પ્રીતે કરી પ્રતિપાળ ।

અવગુણ ન જુવે અર્ભના, જેમ જનની જાળવે બાળ ॥૬॥

પશુ પંખી નર નિર્જર,4 સહુ સુતને પાળે સદાય ।

તેમ શ્રીહરિકૃષ્ણ કરે, સેવક જનની સા’ય ॥૭॥

નિરાધાર5 નારાયણ વિના, નર નિપજ્યા નહિ એક ।

નિષ્કુળાનંદ એહ વાતને, વિચારો કરી વિવેક ॥૮॥ કડવું ॥૨૨॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧