હરિબળગીતા

કડવું – ૮

સાધન સર્વે સમજવાં સત્યજી, એહમાં એકે નથી અસત્યજી ।

રાખવાં નરને નક્કી કરી નિત્યજી, વિઘન પડે ન હારવી હિમત્યજી ॥૧॥

ઢાળ

વિઘન પડે વ્યાકુળ થઈ, અતિ થાવું નહિ ઉદાસ ।

પતિત પાવન નાથનો, વડો1 રાખવો વિશ્વાસ ॥૨॥

ભોળાઈએ કાંઈ ભૂલ્ય પડે, થાય ન કરવાનું કામ ।

નર નિશ્ચેનું બળ લઈ, સમરવા ઘનશ્યામ ॥૩॥

કચવાઈ2 કાયર થઈ, પાછા ન ભરવા પગ ।

હૈયે હિંમત ન હારવી, મંડ્યું રે’વું મુવા લગ ॥૪॥

પડતાં આખડતાં રાહજ પંથે,3 ચાલવું ચિત્તે કરી ચાહ ।

પડી ન રે’વું પૃથવી, લેવો એનો એહ રાહ ॥૫॥

જરૂર પો’ચશું જાણવું, શ્રીહરિની હજૂર ।

પગે પગે પંથ કાપશું, એમ જાણવું જન જરૂર ॥૬॥

ભક્ત છીએ ભગવાનના, મન વચન કર્મે કરી ।

નિશ્ચે કર્યું છે નાથનું, તે ફરશે નહિ ફેરવે ફરી ॥૭॥

અચળ જાણી એ આશરો, ન્યૂન4 માનવી નહિ મન ।

નિષ્કુળાનંદ એ વારતા, નકી નિરવિઘન ॥૮॥ કડવું ॥૮॥

 

પદ – ૨

રાગ – ધોળ (‘સંત વિના રે સાચી કોણ કહે’ એ ઢાળ)

ભીંતર ભરોસો ભગવાનનો રે, જોઈએ ભક્તને ભરપૂર ।

બીજી વાત છે બાદલી5 રે, તમે જાણી લેજો જરૂર... ભીંતર૦ ॥૧॥

જેમ એક એકડો ટાળિયે રે, વળી વાળીયે સોયેક શૂન્ય ।

બુદ્ધિવાનને બેરજ6 બાંધવી રે, તે તો સમજણ્યમાં નૂન્ય... ભીંતર૦ ॥૨॥

તેમ મેલી બળ મહારાજનું રે, સાધનની માનવી સા’ય ।

ભરી ગોળી7 વારિ8 વલોવતાં રે, ઉતરે નહિ માંખણ કાંય... ભીંતર૦ ॥૩ ॥

માટે મનમાં મોટો માનવો રે, પ્રગટ પ્રભુનો પ્રતાપ ।

નિષ્કુળાનંદ તેહ નરનાં રે, ટળી જાયે અંતરના તાપ... ભીંતર૦ ॥૪॥ પદ ॥૨॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧