સ્નેહગીતા

કડવું ૨૪

છબીલોજી દઈ ગયા બાઈ છેહજી, જાણી જન અજ્ઞ આપણે અતિ શેહજી ।

મૂઢમતિ જોઈ અબળાનો દેહજી, શિયા ગુણ જોઈ રાખે આપણશું નેહજી ॥૧॥

શિયો ગુણ જાણી શ્યામળો, અલબેલો આપણશું આચરે ।

જોઈ જોઈ ને જોયું અંતે, સાર નવ દીઠું સરે1 ॥૨॥

બાઈ અસન અતિ જડમતિ, તે તો શું સમજિયે સ્નેહને ।

જાડાબોલી પાલવખોલી,2 તેણે કરી ન ગમી તેહને ॥૩॥

વાટે ઘાટે વનમાં વિચરું, વળી છૂટે છેડે ફરીએ ।

એવા ગુણ જાણી આપણા, બાઈ હેત તોડ્યું છે હરિએ ॥૪॥

સરવે જાતમાં જડ3 જંગલી, વળી તેથી જડ તેની જુવતી ।

બાઈ એવા કુળમાં ઊપન્યાં, તેહ ન સમજું સ્નેહ રતી ॥૫॥

રૂપ રંગ અંગે નહિ આપણે, વળી પ્રીતમાંહિ પ્રીછું નહિ ।

એવાં કઠોર નઠોર4 નગણાં5 જાણી, નંદલાડીલે તજ્યાં લહિ ॥૬॥

બાઈ વનચરિયું નિર્લજ્જ ફરિયું, વળી વ્યભિચાર ભાવે એને ભજી ।

એવા ગુણ જાણી આપણા, બાઈ તેહ સારુ તેણે તજી ॥૭॥

ક્યાં પારસ ને ક્યાં પથરો, ક્યાં કાચ ને ક્યાં કંચન ।

એહ આગળ બાઈ એમ આપણે, તેણે માન્યું નહિ એનું મન ॥૮॥

દૈવ જોગે દોય જ દહાડા, પ્રકટ્યો હતો થર6 સુખનો ।

પલટી પળ ને પ્રિયે પરહર્યા, દઈ ગયા દિવસ દુઃખનો ॥૯॥

વળી અવગુણ જોયા આપણા, ના’વ્યો સંદેશો નવ લહી સારને7

નિષ્કુળાનંદને નાથે સજની, વિસારી બાઈ વ્રજનારને ॥૧૦॥ કડવું ॥૨૪॥

કડવું 🏠 home