અરજીવિનય

ગ્રંથ મહિમા

 

આ નાનકડા ગ્રંથમાં સદ્‌ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ વહાલાનો વિયોગ વર્ણવી જલદી દર્શન દેવાની વિનંતિ દોહરાવી છે. તેમાં બહુ વિનયપૂર્વક આ અરજી કરી હોવાથી, ગ્રંથનું નામ પણ અન્વર્થ જ રાખ્યું છે. આ ગ્રંથમાં સ્વામીનો શ્રીહરિ પ્રત્યેનો પ્રેમભાવ તથા દાસભાવ બહુ સરસ નીખર્યો છે.

દેશી હિન્દી ભાષામાં લખાયેલ આ ગ્રંથ વડે પ્રભુને વિનવવાનો પ્રકાર ભક્તોએ શીખવા જેવો છે.

આયો તુજ શરણમેં હું નાથ, હરિ કરી હેત ગ્રહો મમ હાથ ।

આવ્યો હું અનાથ તુજ દરબાર, મે’ર મન આણી જોશે જો મોરાર ॥ (૨૫)

આ ગ્રંથમાં કુલ ૧૦૯ કડીઓ છે.

SELECTION 🏠 home ગ્રંથ મહિમા અરજીવિનય