ગુ Tr   Favorites history    Help

કીર્તન મુક્તાવલી

સગપણ કીધું મેં શ્યામશું

૧-૧૧૮: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૨

સગપણ કીધું મેં શ્યામશું, મનમાં સમજી વિચારી,

આશ તજી સંસારની, ધાર્યા ઉરમાં મોરારી... ૧

નિમખ ન મેલું નાથને, નેણુંથી ન્યારા;

પરમ સનેહી શામળો, મને પ્રાણથી પ્યારા... ૨

ભવ બ્રહ્માદિક મહામુનિ, તેને દુર્લભ વા’લો;

તે રસિયો મુજને મળ્યા, નટવર નંદલાલો... ૩

થઈ છું અધિક અલબેલડી, લજ્જા લોકની મેલી;

મુક્તાનંદના નાથ શું, બાંધી દ્રઢ કરી બેલી... ૪

Sagpaṇ kīdhu me Shyāmshu

1-118: Sadguru Muktanand Swami

Category: Prabhatiya

Pad - 2

Sagpaṇ kīdhu me Shyāmshu, manmā samajī vichārī,

Āsh tajī sansārnī, dhāryā urmā morārī... 1

Nimakh n melu Nāthane, neṇunthī nyārā;

Param sanehī Shāmaḷo, mane prāṇthī pyārā... 2

Bhav Brahmādik Mahāmuni, tene durlabh vā'lo;

Te rasiyo mujane maḷyā, Naṭvar Nandlālo... 3

Thaī chhu adhik alabelaḍī, lajjā lokanī melī;

Muktānandnā Nāth shu, bāndhī draḍh karī belī... 4

Kirtan Selection

ગુ Tr   Sort options   Go

Hindi

Kirtan Study

Quick Links

loading