કીર્તન મુક્તાવલી
જય સદ્ગુરુ સ્વામી (આરતી - ધૂન્ય - અષ્ટક)
૧-૧૫૪: અજાણ્ય
Category: નિત્યવિધિ - આરતી
આરતી
જય સદ્ગુરુ સ્વામી, (પ્રભુ) જય સદ્ગુરુ સ્વામી,
સહજાનંદ દયાળું, બળવંત બહુનામી... જય꠶
ચરણસરોજ તમારાં, વંદું કર જોડી,
ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યાં તોડી... જય꠶
નારાયણ સુખદાતા, દ્વિજકુળ તનુધારી,
પામર પતિત ઉદ્ધાર્યાં, અગણિત નરનારી... જય꠶
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી,
અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી... જય꠶
પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે,
કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે... જય꠶
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી,
મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી... જય꠶
ધૂન્ય
રામકૃષ્ણ ગોવિંદ, જય જય ગોવિંદ!
હરે રામ ગોવિંદ, જય જય ગોવિંદ! ॥૧॥
નારાયણ હરે, સ્વામિનારાયણ હરે!
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે! ॥૨॥
કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે!
જય જય કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે! ॥૩॥
વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે!
જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે! ॥૪॥
વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ!
જય જય વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ! ॥૫॥
રાધે ગોવિંદ, જય રાધે ગોવિંદ!
વૃંદાવનચંદ્ર, જય રાધે ગોવિંદ! ॥૬॥
માધવ મુકુંદ, જય માધવ મુકુંદ!
આનંદકંદ, જય માધવ મુકુંદ! ॥૭॥
સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!
સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!
શ્રી સ્વામિનારાયણાષ્ટક - ૮
અનન્તકોટીન્દુરવિપ્રકાશે ધામ્ન્યક્ષરે મૂર્તિમતાક્ષરેણ ।
સાર્ધં સ્થિતં મુક્તગણાવૃતં ચ શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૧ ॥
અનંત કોટિ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશમાન તેજોમય અક્ષરધામમાં અનાદિ મૂર્તિમાન અક્ષર અને અનંત મુક્તોથી વીંટાયેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું પ્રણામ કરું છું. ॥૧॥
બ્રહ્માદિસમ્પ્રાર્થનયા પૃથિવ્યાં જાતં સમુક્તં ચ સહાક્ષરં ચ ।
સર્વાવતારેષ્વવતારિણં ત્વાં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૨ ॥
બ્રહ્મા વગેરે દેવોની પ્રાર્થનાથી પૃથ્વી ઉપર અક્ષર (સ્વામી શ્રી ગુણાતીતાનંદજી) અને મુક્તો (સ્વામી શ્રી ગોપાળાનંદદાદિ)ની સાથે પ્રગટ થયેલા સર્વ અવતારોના પણ અવતારી (પૂર્ણાવતાર) એવા આપ ભગવાન શ્રી સ્વામિનારાયણને હું નમન કરું છું. ॥૨॥
દુષ્પ્રાપ્યમન્યૈઃ કઠિનૈરુપાયૈઃ સમાધિસૌખ્યં હઠયોગમુખ્યૈઃ ।
નિજાશ્રિતેભ્યો દદતં દયાલું શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૩ ॥
હઠયોગ, વગેરે કઠિન સાધનોથી પણ સમાધિ દુર્લભ છે એવી સમાધિનું સુખ પોતાના આશ્રિતજનોને કેવળ કૃપાવડે જ સહેજમાં આપી દેનાર દયાળુ પ્રભુ શ્રી સ્વામિનારાયણને હું પ્રણામ કરું છું. ॥૩॥
લોકોત્તરૈ ર્ભક્તજનાંશ્ચરિત્રૈ-રાહ્લાદયન્તં ચ ભુવિ ભ્રમન્તમ્ ।
યજ્ઞાંશ્ચ તન્વાનમપારસત્ત્વં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૪ ॥
પોતાનાં લોકોત્તર દિવ્ય ચરિત્રો વડે ભક્તજનોને આનંદ આપતા, પૃથ્વી ઉપર વિચરણ કરતા, અનેક યજ્ઞ કરતા અને અપાર પરાક્રમવાળા સ્વામિનારાયણ ભગવાનને હું નમન કરું છું. ॥૪॥
એકાન્તિકં સ્થાપયિતું ધરાયાં ધર્મં પ્રકુર્વન્તમમૂલ્યવાર્તાઃ ।
વચઃસુધાશ્ચ પ્રકિરન્તમૂર્વ્યાં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૫ ॥
પૃથ્વી ઉપર એકાંતિક ધર્મની સ્થાપના માટે અમૂલ્ય કથાવાર્તાનો ઉપદેશ કરનારા, વચનામૃતરૂપી અમૃતવૃષ્ટિ વર્ષાવતા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. ॥૫॥
વિશ્વેશભક્તિં સુકરાં વિધાતું બૃહન્તિ રમ્યાણિ મહીતલેઽસ્મિન્ ।
દેવાલયાન્યાશુ વિનિર્મિમાણં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૬ ॥
અખિલ વિશ્વના ઈશ્વર-પરમાત્મા પુરુષોત્તમ નારાયણની ભક્તિ સર્વે લોકો સહેલાઈથી કરી શકે તે માટે આ ભૂમંડલ ઉપર મોટાં રમણીય દિવ્ય દેવાલયો (મંદિરો) નિર્માણ કરતા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું પ્રણામ કરું છું. ॥૬॥
વિનાશકં સંસૃતિબન્ધનાનાં મનુષ્યકલ્યાણકરં મહિષ્ઠમ્ ।
પ્રવર્તયન્તં ભુવિ સમ્પ્રદાયં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૭ ॥
સંસારનાં બંધનોને નાશ કરનાર અને માનવોનું કલ્યાણ કરનાર એવા મહાન સંપ્રદાયને પૃથ્વી ઉપર પ્રવર્તાવનારા એવા ભગવાન શ્રી સ્વામિનારાયણને હું નમન કરું છું. ॥૭॥
સદૈવ સારંગપુરસ્ય રમ્યે સુમન્દિરે હ્યક્ષરધામતુલ્યે ।
સહાક્ષરં મુક્તયુતં વસન્તં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૮ ॥
સાક્ષાત્ અક્ષરધામ સમાન સારંગપુરના રમણીય મંદિરમાં અનાદિ અક્ષરમુર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી તથા મહામુક્ત શ્રી ગોપાળાનંદ સ્વામી સહિત બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું પ્રણામ કરું છું. ॥૮॥
Jay sadguru Swāmī (Ārtī - Dhūnya - Aṣhṭak)
1-154: unknown
Category: Nityavidhi - Arti
Sandhyā Ārtī
Jay sadguru Swāmī, (Prabhu) jay sadguru Swāmī,
Sahajānand dayāḷu, baḷvant bahunāmī... jay 1
Charaṇsaroj tamārā, vandu kar joḍī,
Charaṇe chitta dharyāthī, dukh nākhyā toḍī... jay 2
Nārāyaṇ sukhdātā, dvijkuḷ tanudhārī,
Pāmar patit uddhāryā, aganit narnārī... jay 3
Nitya nitya nautam līlā, kartā Avināshī,
Aḍsath tīrath charaṇe, koṭi Gayā Kāshi... jay 4
Purushottam pragaṭnu, je darshan karshe,
Kāḷ karmathī chhuṭi, kuṭumb sahit tarshe... jay 5
Ā avasar karuṇānidhi, karuṇā bahu kīdhī,
Muktānand kahe mukti, sugam karī sīdhī... jay 6
Dhūnya
Rām-Krishṇa Govind, jay jay Govind!
Hare Rām Govind, jay jay Govind! 1
Nārāyaṇ hare, Swāminārāyaṇ hare!
Swāminārāyaṇ hare, Swāminārāyaṇ hare! 2
Krishṇadev hare, jay jay Krishṇadev hare!
Jay jay Krishṇadev hare, jay jay Krishṇadev hare! 3
Vāsudev hare, jay jay Vāsudev hare!
Jay jay Vāsudev hare, jay jay Vāsudev hare! 4
Vāsudev Govind jay jay Vāsudev Govind!
Jay jay Vāsudev Govind, jay jay Vāsudev Govind! 5
Rādhe Govind, jay Rādhe Govind!
Vrundāvanachandra, jay rādhe Govind! 6
Mādhav Mukund, jay Mādhav Mukund!
Ānandkaṇd jay Mādhav Mukund! 7
Swāminārāyaṇ! Swāminārāyaṇ! Swāminārāyaṇ!
Swāminārāyaṇ! Swāminārāyaṇ! Swāminārāyaṇ!
Shrī Swāminārāyaṇāṣhṭak
Anant-koṭīndu-ravi-prakāshe
Dhāmnya-kshare mūrti-matākshareṇa;
Sārdham sthitam mukta-gaṇāvrutam cha
Shrī Swāminārāyaṇamānamāmi. 1
I bow to Bhagwan Swaminarayan who is surrounded by innumerable muktas (liberated souls) and the eternal Aksharbrahman in his divine abode, Akshardham - which is as luminous as infinite suns and moons. (1)
Brahmādi-samprārthanayā pruthivyām
Jātam samuktam cha sahāksharam cha;
Sarvāvatāre-shvavatāriṇam tvām
Shrī Swāminārāyaṇamānamām. 2
I bow to Bhagwan Swaminarayan, the supreme incarnation who has descended on this earth with Aksharbrahman (Gunatitanand Swami), the divine abode and the muktas (Gopalanand Swami and other liberated souls), after hearing the prayers of Brahmā and other deities. (2)
Dushprāpyamanyaih kathinairupāyaih
Samādhi-saukhyam hatha-yoga-mukhyaih;
Nijāshritebhyo dadatam dayālum
Shrī Swāminārāyaṇamānamāmi. 3
I bow to Bhagwan Swaminarayan who has mercifully blessed his devotees by giving them the bliss of samādhi, which is extremely difficult to attain even by hatha-yoga and other difficult sādhanās (spiritual endeavors). (3)
Lokottarair bhakta-janāns-charitrai
Rāhlā-dayantam cha bhuvi-bhramantam;
Yagnānscha tanvā-namapārasatvam
Shrī Swāminārāyaṇamānamāmi. 4
I bow to Bhagwan Swaminarayan who travelled on this earth, performed many yagnas, accomplished many noble tasks and whose divine actions brought great joy to his devotees. (4)
Ekāntikam sthāpayitum dharāyām
Dharmam prakūrvanta-mamūlya-vārtā;
Vachah-sudhāscha prakirant-mūrvyām
Shrī Swāminārāyaṇamānamāmi. 5
I bow to Bhagwan Swaminarayan, who, to establish ekāntik dharma on earth, delivered inspiring sermons and showered nectar in the form of the Vachanamut. (5)
Vishvesha-bhaktim sukarām vidhātum bruhanti
Ramyāni mahitalesmin;
Devālayānyāshu vinirmimāṇam
Shrī Swāminārāyaṇamānamāmi. 6
I bow to Bhagwan Swaminarayan, who swiftly built divine mandirs on this earth so that people can easily offer devotion to the Lord of all Creation - Purushottam Narayan. (6)
Vināshakam sansruti-bandhanānām
Manushya-kalyāṇ-karam mahishtham;
Pravartayantam bhuvi sampradāyam
Shrī Swāminārāyaṇamānamāmi. 7
I bow to Bhagwan Swaminarayan, who founded this great Swaminarayan Sampradaya on this earth, which has helped people in shattering the bondage of this world and which has delivered ultimate liberation to the people. (7)
Sadaīva Sārangapurasya ramye
Sumandire hyaksharadhāmatulye;
Sahāksharam muktayutam vasantam
Shrī Swāminārāyaṇamānamāmi. 8
I bow to Bhagwan Swaminarayan whose murti has been consecrated along with Aksharbrahman Gunatitanand Swami and aksharmukta Gopalanand Swami in the beautiful Sarangpur mandir, which is like Akshardham. (8)
Listen to ‘જય સદ્ગુરુ સ્વામી (આરતી - ધૂન્ય - અષ્ટક)’
BAPS